E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratAhmedabadઅમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૭૦૫ કરોડની આવક

અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૭૦૫ કરોડની આવક

૩૧ મે સુધી ચાલનારી અમદાવાદ મ્યુનિ.ની એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના અંતર્ગત ૫.૩૦ લાખ કરદાતાઓએ તેમનો ટેકસ ભરપાઈ કરતા મ્યુનિ.ને  પ્રોપર્ટી ટેકસ પેટે ૭૦૫.૯૦ કરોડની આવક થઈ છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૧.૩૫ લાખ કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.

એડવાન્સ ટેકસ રીબેટ યોજના હેઠળ ૧૨થી ૧૫ ટકા સુધીનુ રીબેટ કરદાતાઓને અપાય છે.૮ એપ્રિલથી ૨૦ મે સુધીમાં એડવાન્સ ટેકસ ભરપાઈ કરનારા કરદાતાઓને રુપિયા ૭૫.૪૩ કરોડ જેટલી રકમનુ રીબેટ આપવામાં આવ્યુ છે.૩.૫૮ લાખથી વધુ કરદાતાઓએ તેમનો ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો છે.શહેરમાંથી રુપિયા ૫૦ લાખ પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કરવાવાળા કરદાતાઓ પૈકી સો કરદાતાઓને અલગ તારવી તેમને પુરસ્કૃત કરવા રેવન્યુ કમિટીની બેઠકમાં ચર્ચા કરાઈ હતી.ટેકસ વિભાગ માટે ૨૩૮ જેટલા કર્મચારીઓની ફાળવણી કરાઈ છે.

મ્યુનિ.ના તમામ ટેકસની આવક કેટલી?

પ્રકાર   આવક(કરોડમાં)

પ્રોપર્ટી  ૭૦૫.૯૦

પ્રોફેશન ૪૨.૩૧

વ્હીકલ ૨૭.૫૬

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments