E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratVadodaraકેનેડામાં રહેતા યુવક સાથે યુવતીની છેતરપિંડી : અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન...

કેનેડામાં રહેતા યુવક સાથે યુવતીની છેતરપિંડી : અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવતાં ભાંડો ફુટ્યો

વડોદરા : યુવતીએ અગાઉ લગ્ન કર્યા હોવા છતાં તે લગ્ન છુપાવીને કેનેડામાં રહેતા અન્ય યુવક સાથે બીજા લગ્ન કરતા તે અંગે પોલીસ ફરિયાદ યુવકના પિતાએ નોંધાવી છે. 

વડોદરા નજીક ઊંડેરા ખાતે પેટ્રો કેમિકલ ટાઉનશીપમાં રહેતા ઉમેશ ભોળાભાઈ યાદવે નીલુ અશોક યાદવ રહે કાસારીયા પાલાવા ડોમ્બીવલી મુંબઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રિલાયન્સ કંપનીમાં ફાયર ઓપરેટર તરીકે નોકરી કરું છું મારો મોટો પુત્ર મુકેશ અપરિણીત હતો. જેથી અમારા વતન ઉત્તર પ્રદેશમાં રહેતા જ્ઞાતિના અશોક યાદવે મને ફોન કરી જણાવેલ કે તમારો પુત્ર કેનેડામાં છે અને ત્યાં સારી નોકરી કરે છે મારી પુત્રી નીલુ પણ ભણેલી છે બીઈ સુધી અભ્યાસ કર્યો છે તેમ કહી લગ્ન કરવાની વાત કરી હતી. 

મુકેશ અપરણિત હોવાથી મેં નીલુનો બાયોડેટા અને ફોટો મંગાવ્યો હતો અને સાથે મુકેશનો પણ બાયોડેટા મોકલ્યો હતો. ત્યારબાદ લીલુના માતા-પિતાને મુકેશ પસંદ આવતા તેઓ વડોદરા મળવા માટે આવ્યા હતા એમને જણાવેલ કે નીલુ મુંબઈ રહે છે અને તમારો પુત્ર કેનેડા રહે છે. જેથી વિડીયો કોલથી એકબીજાની સાથે વાત કરાવતા બંને એકબીજાને પસંદ આવ્યા હતા અને લગ્નની હા પાડી હતી. 

મે 2021માં મારો પુત્ર કેનેડાથી વડોદરા આવ્યો હતો અને બાદમાં નીલુ સાથે ડભોઇ વાઘનાથ મહાદેવ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. જે અંગે ડભોઇ નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવી હતી. જે તે સમયે કોરોના લોકડાઉન હોવાથી મારો પુત્ર વડોદરા રોકાયો હતો. નીલુ 10-12 દિવસ વડોદરા રહ્યા બાદ તેની નોકરીના કારણે તે મુંબઈ જતી રહી હતી. બાદમાં તે લાંબા સમય સુધી પરત નહીં આવતા અમે તેણે જણાવેલ કે મુંબઈ એકલી રહે છે તો મુકેશને પણ સાથે રાખ ત્યાર પછી નીલુ એક દિવસ વડોદરા આવી હતી અને મુકેશને સાથે લઈ ગઈ હતી. 

બંને સાથે રહેતા હતા તે વખતે નીલુના મોબાઇલ પર એક નંબર પરથી વારંવાર ફોન આવતો હોવાથી મારા પુત્રએ નીલુને જણાવેલ કે કોનો ફોન આવે છે તે સમયે નીલુએ ઓફિસમાં ડ્રાઇવરનો છે તેમ કહ્યું હતું. પરંતુ મારા પુત્રને વધારે શંકા જતા જે નંબર પરથી ફોન આવેલ તે નંબર પર ફોન કરી જણાવેલ કે કોણ છે તો સામેથી મોહિત યાદવ નામ જણાવ્યું હતું. મારા પુત્રએ કહ્યું હતું કે નીલુ મારી પત્ની છે કેમ ફોન કરે છે તો સામેથી મોહિતે કહ્યું આ મારી પત્ની છે. ત્યારબાદ તેના વતનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નીલુ અને મોહિતે મેં 2015માં ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લામાં લગ્ન કરી લીધા છે તેમજ 2021 માં તેનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાવેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments