છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે.. અને 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દી મોતને ભેટ્યો છે
અમદાવાદમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે.. સતત વધતા કેસોએ ચિંતાની સ્થિતિ ઉભી કરી છે.. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે.. અને 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દી મોતને ભેટ્યો છે.. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું કોરોનાથી મોત થયુ છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 401 પર પહોંચ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે.
ગઇકાલે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા હતા.. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ રિકવર થઇને ડિસ્ચાર્જ થયા છે.
ભાવનગર શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. 29 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 65 વર્ષીય વૃદ્ધ પણ કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ પોઝિટિવ આવતા બંને દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. તો બીજી તરફ 2 દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.
દેશની વાત કરીએ તો દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા ૪૩૦૨ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-19 ના 276 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 581 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 3281 COVID-19 દર્દીઓ સ્વસ્થ થયા છે.