E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratજિલ્લા પોલીસ વડાએ બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપી

જિલ્લા પોલીસ વડાએ બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપી

:પાટડીની હોસ્પિટલમાં દર્દીના સગાને લાફા મારવાનો મામલો

:મારામારીનો વીડિયો વાયરલ થયો તે પહેલા અને બાદમાં શું બન્યું તેની તપાસ હાથ ધરાશે

સુરેન્દ્રનગર – પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા ડોક્ટર અને સ્ટાફ સાથે ઝપાઝપી તેમજ ગેરવર્તનની ઘટના બની હતી. ઘટનાના અંગે પોલીસને જાણ કરતા પાટડી પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં મૃતકના સગાએ પોલીસ અધિકારી અને કર્મચારી સાથે પણ ગેરવર્તન કરતા પોલીસ દ્વારા લાફા ઝીંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

પાટડી શહેરી વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવનું મોત નીપજતા તેઓના મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે દરમ્યાન મૃતકના પુત્ર સહિતના સગા(યુવકે) ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. આથી ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પાટડી પીઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં યુવકને જોતા પીધેલી હાલમાં હોવાનું જણાઈ આવ્યું હતું અને તેને સમજાવવા જતા પોલીસ સાથે પણ ગેરવર્તન કરી અપશબ્દો કહ્યાં હતા અને પીઆઈ બી.સી.છત્રાલીયાનું બાવળું પકડવાનો પ્રયાસ કરતા પીઆઈ સહિતના પોલીસ કર્મચારીએ યુવકને લાફા ઝીંકતા હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.ગિરિશકુમાર પંડયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઉહાપોહ મચાવનાર શખ્સ પીધેલી હાલતમાં નું અને પોલીસ અધિકારી તેમજ કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું તેમજ મારામારીનો જે વિડિયો વાયરલ થયો તેની પહેલા અને બાદમાં શું બન્યું તે તમામ વિગતો અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ સમગ્ર બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments