E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratRajkotજેતપુર : સીટી પોલીસે કલમ 70 મુજબના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો

જેતપુર : સીટી પોલીસે કલમ 70 મુજબના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હીમકરસિંહ તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા ના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતી. તે દરમિયાન બાતમી મળેલ કે, વીરપુર પોલીસ સ્ટેશન ખાતે સને-૨૦૧૩ માં સુરતથી આરોપીનો જાપ્તો જેતપુર ખાતે પોલીસ લઈને આવી રહી હતી તે દરમ્યાન આરોપી નીલેષ ઉર્ફે નટુ ગાંડાભાઈ બુટાણી, ઉ.વ.૪૨, રહે-બોરડી સમઢીયાળા ગામ, તા-જેતપુર, જી-રાજકોટ વાળો જાપ્તામાંથી પોલીસને ચકમો આપી નાસી ગયેલ હતો. જે બાબતે વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. બાદ આરોપી અટક કરી કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ. આરોપી ટ્રાયલ વખતે કોર્ટમાં હાજર ના રહેતા, જેતપુર કોર્ટે આરોપીને પકડી પાડવા સારૂ, CrPC કલમ ૭૦ મુજબ ધરપકડ વોરંટ જારી કરેલ હતું તે આરોપી નીલેષ ઉર્ફે નટુ ગાંડાભાઈ બુટાણી, ઉ.વ.૪૨, રહે-બોરડી સમઢીયાળા ગામ, તા-જેતપુર ને પકડીપાડી વિરપુર પોલીસને હવાલે કર્યો હતો. આ કાર્યવાહી જેતપુરના એએસઆઇ ભાવેશભાઈ ચાવડા, એચસી સાગરભાઈ મકવાણા, પીસી લાખુભા રાઠોડ, ભરતભાઈ ગમારા, ભગીરથસિંહ જાડેજા તથા અમીતભાઇ સીધ્ધપરા સહિતના જોડાયા હતા.

Reporter : સુરેશ ભાલીયા, જેતપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments