પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુક્યો છે. ગુરૂવારે આપેલા આ આદેશથી હાર્વર્ડમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે અન્ય કોલેજો કે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા સિવાય અન્ય વિકલ્પ રહ્યો નથી. તેમાં પણ ખરી મુશ્કેલી તો તે ઉપસ્થિત થઇ છે કે, અન્ય ખ્યાતનામ કોલેજો કે યુનિવર્સિટીઓને પણ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. સહજ છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીએ આ નિયમનો સખત વિરોધ કર્યો છે અને યુનિવર્સિટીએ તે વિદેશી વિદ્યાર્થીઓની પડખે ઊભા રહેવા જણાવી દીધું છે.જાણકારો કહે છે કે હવે યુનિવર્સિટી સુપ્રીમ કોર્ટ કે ફેડરલ કોર્ટનો સહારો લેશે જ. બીજી તરફ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રીસ્ટી નોએમે તેના વિભાગને આદેશ આપી દીધો છે કે ૨૦૨૫-૨૬નાં એકેડેમિક યરથી હાર્વર્ડ યુનિવર્સિટીના ‘સ્ટુડન્ટ એન્ડ એક્ષચેન્જ વિઝિટર પ્રોગ્રામ’ સર્ટિફિકેશન બંધ કરવામાં આવ્યું છે.
નોએમે યુનિવર્સિટી ઉપર હિંસા કરવાના યહુદીઓ વિરૂદ્ધ પ્રચાર કરવાના અને ચાઈનીઝ કોમ્યુનિષ્ટ પાર્ટી સાથે સંકલન સાધવાના આક્ષેપો મુક્યા છે.
આ સામે હાર્વર્ડે કહ્યું છે કે તેથી હજ્જારો વિદ્યાર્થીઓને અસર થશે. તે હુકમ ગેરકાયદે છે અને ‘વળતા પ્રહાર’ સમાન છે.
ટ્રમ્પનો આ નિર્ણય એલિટ લિવી લીગ યુનિવર્સિટીઓ જેવી કે, કેમ્બ્રિજ (યુ.એસ.) મેસેસ્યુસેટ્સ સહિત અન્ય કેટલીક યુનિવર્સિટીઓ તથા ટ્રમ્પ વહીવટીતંત્ર ખરી રસ્સા ખેંચ શરૂ થઇ ગઇ છે.
બીજી તરફ હોમ લેન્ડ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ જેઓ એજ્યુકેશન વીસા ઉપર આવ્યા છે. તેમના વિશે નોએમે માગેલી માહિતી આપવાની ના કહેતાં આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
૨૦૨૪-૨૫નાં એકેડેમિક યર દરમિયાન આશરે ૬૮૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ એનરોલ થયા છે. યુનિવર્સિટીના આંકડા જ જણાવે છે કે, તે સંખ્યા કુલ વિદ્યાર્થીઓના ૨૭ ટકા જેટલી થવા જાય છે.
૨૦૨૨માં સૌથી મોટું ગુ્રપ ચાઈનીઝ વિદ્યાર્થીઓનું-૧૦૧૬ જેટલું હતું. તે પછી કેનેડા, ભારત, દ.કોરિયા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને જાપાનના વિદ્યાર્થીઓની સંખ્યા છે. આ અંગે વૉશિંગ્ટન સ્થિત ચાઈનીઝ દૂતાવાસે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.