E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratડરણ ગામમાંથી નશાકારક કફ સીરપની 830 બોટલ ઝડપાઇ

ડરણ ગામમાંથી નશાકારક કફ સીરપની 830 બોટલ ઝડપાઇ

સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં એસઓજીનો દરોડો

નશાકારક કફ  સીરપ, કાર સહિત ૬.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત : આરોપી ફરાર

સાણંદ –  સાણંદ તાલુકના ડરણ ગામમાં એસઓજીની ટીમે દરોડો પાડી નશાકારક કફ સીરપની ૮૩૦  બોટલ ઝડપી પાડી હતી. પોલીસને નશાકારક કફ  સીરપ, કાર સહિત ૬.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાણંદ તાલુકાના ડરણ ગામના શખ્સે નશાકારક કોડેનયુક્ત કફ સિરપની બોટલ વેચાણ અર્થે ઇકો કારમાં રાખી છે. તેવી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ડરણ ગામે ડાભી વાસમાં ગોવિંદભાઇ લાલાભાઇ ડાભીના મકાનની આગળથી ખુલ્લી જગ્યા ઉપર રેઇડ કરતા ઈકો કારમાંથી નશાકારક કોડેઇન કફ સીરપ મળી આવી હતી.

એસઓજીના સ્ટાફે એફ.એસ.એસએલ. અધિકારીની હાજરીમાં ચકાસણી કરાવતા એન.ડી.પી.એસ. એકટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાઇ આવતા નશાકારક કફ સીરપની ૮૩૦ નંગ બોટલ (કિં.રૃ.૧,૬૫,૧૭૦), ઇકો ગાડી (કિં.રૃ.૫,૦૦,૦૦૦) મળી કુલ કિં.રૃ.૬,૬૫,૧૭૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી રણછોડભાઇ ભુપતભાઇ ડાભી (રહે.ડાભીવાસ,ડરણ ગામ) હાજર નહીં મળી આવતા તેની સામે એનડીપીએસની એક્ટ કલમ- ૮(સી). ૨૧(સી), ૨૯ મુજબ ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments