E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratVadodaraવડોદરામાં સાસુ, સસરાના માનસિક ત્રાસથી કંટાળી પીડિત મહિલાએ અભયમની મદદ લીધી

વડોદરામાં સાસુ, સસરાના માનસિક ત્રાસથી કંટાળી પીડિત મહિલાએ અભયમની મદદ લીધી

Vadodara : વડોદરા હરણી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પીડિત મહિલાને સાસુ, સસરા અતિશય ત્રાસ આપતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કર્યો કે, મારા સાસુ, સસરા મને રોજ માનસિક ત્રાસ આપે છે અને એમાં મારા પતિ તેઓને એક શબ્દ પણ બોલી શકતા નથી. મારે છૂટાછેડા લેવા છે.

અભયમની ટીમે પીડિત મહિલાની હકીકત જાણી જેમાં લગ્નને નવ વર્ષ થયા છે, બે સંતાન છે અને પતિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. સસરા રોજ મને નાની નાની બાબતે હેરાન કર્યા કરે છે અને મેણા ટોણા મારે છે. કામથી નીકળું એટલે ક્યાં જાય છે? શું કરવા જાય છે? કોણે પૂછીને નીકળી? કીધા વગર નીકળી પડી એવા શબ્દો બોલે છે. મે પિયરવાળાને સમજવવા બોલાવ્યા તો મારાં સસરા બોલવા લાગ્યા કે, કોણે પૂછીને બોલાવ્યા? અમને કીધા વગર તારે જવાની શું જરૂર પડી? તેમ કહી મારાં પિયરવાળાને અપશબ્દો બોલી કાઢી મુકતા હતા. મારી સાથે રોજ સસરા દ્વારા ત્રાસ આપવામાં આવે છે. સાસુ પણ મારા સસરાની તરફેણમાં બોલવા લાગ્યા અને ઘરના બધા કામ કરવા છતાં મને ખોટી રીતે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે. સસરા વહુ તરીકેની મર્યાદા રાખતા નથી અને ત્રાસ છેલ્લા ઘણા વર્ષોથી સહન કરું છું. પતિને કહું તો એ મને જ બોલે છે. સાસુ સસરા કહે એમજ કરે છે અને મારી કોઈ જવાબદારી લેતા નથી. 

અભયમની ટીમે સાસુ, સસરાને સમજાવેલ કે પુત્રવધુને આ રીતે માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી. અભયમ ટીમ આગળ જ સસરાનું ગેરવર્તન દેખાય આવતું હતું અને પતિને પણ ફરજ અંગે ભાન કરાવતા પોતાની ભૂલ સ્વીકારી હતી. આવી હેરાનગતિ ચાલુ રહેશે તો આગળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેમ સૂચન આપેલ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments