E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeTop Newsસ્પાઇડરમેન જેમ બિલ્ડિંગના પાઇપ પર ચઢીને ફલેટમાં ચોરી કરનારની ધરપકડ

સ્પાઇડરમેન જેમ બિલ્ડિંગના પાઇપ પર ચઢીને ફલેટમાં ચોરી કરનારની ધરપકડ

મલાડ, કાંદિવલી, બોરીવલીમાં અનેક ફલેટમાં ચોરી

મહિલાના કપડા, બુરખા, ડિલિવરી બૉય બની વેશ પલટો કરી પોલીસથી બચતો ઃ ચોરીના પૈસાથી જમીન અને ઘર ખરીદી કર્યું

મુંબઈ :  ઇમારતના પાઇપ પર  સ્પાઇડરમેનની જેમ ચઢીને ફલેટમાં ચોરી કરનારા આરોપીને આખરી મલાડ પોલીસે ઝડપી લીધો છે. આથી મલાડ, કાંદિવલી, દિંડોશી, બોરીવલી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારના આઠ ગુના ઉકેલાઈ ગયા છે. સ્પાઇડરમેન ચોર પોલીસથી બચવા મહિલાના કપડા, બુરખા, પહેરી, ડિલિવરી બૉય બની વેશ પલટો કરતો હતો. તેણે ચોરીના પૈસાથી મુંબઇમાં ઘર અને ગામમાં જમીન ખરીદી હતી. આરોપીને પકડવા પોલીસે ૧૫૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.

મુંબઇન ા પશ્ચિમ ઉપનગરમાં એક ચોરી ખળભળાટ મચાવી દીધો હતો. તે ઇમારતના પાઇપ પર ચઢીને બારીમાંથી ઘરમાં ઘૂસીને થોડીવારમાં જ કિંમતી વસ્તુ ચોરી પલાયન થઇ જતો હતો.

આ ચોર એટલો ચાલાક હતો કે ફલેટમાં પરિવારના  સભ્યો સૂતા હોય ત્યારે પણ તેમને ખબર ન પડે તે રીતે બિન્દાસ્તપણે ચોરી કરતો હતો.

ચોરી કરતી વખતે તે સીસીટીવી કેમેરામાં કેદ ન થાય માટે પોતાનો ચહેરો સંપૂર્ણપણ ઢાંકી દેતો હતો. તે કોઇ પુરાવા છોડતો ન હોવાથી તેને પકડવા પોલીસની મુશ્કેલી વધી ગઇ હતી.

 ગત ૧૭ માર્ચમા મલાડની બિલ્ડિંગના પહેલા માળે ચઢી ગયો હતો અને ઘરમાંથી રૃા.૪.૫ લાખની કિંમતની માલમત્તા ચોરી કરી હતી. મલાડ પોલીસે તેના સીસીટીવી કેમેરાના ફૂટજ મેળવ્યા હતા. પરંતુ હંમેશાની જેમ તેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.

પોલીસે આ વિસ્તારમાં લાગેલા ૧૫૦ થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા બાદમાં તેને શોધી કાઢ્યો હતો. તે રેલવે ટ્રેક તરફ ભાગી ગયો હતો. ત્યાંથી ગાયબ  થઇ ગયો હતો.  મલાડ, કાંદિવલી, દિંડોશી, બોરીવલી  પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ ચોરીઓ થઇ હતી. આ તપાસ ચોરીના કેસમાં એક જ આરોપી ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું.  પોલીસે સતત ૧૭ દિવસ સુધી છુપાઇને રેલવે ટ્રેક વિસ્તાર પર નજર રાખી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments