E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratઅંકલેશ્વર : વિદેશી દારૂના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી

અંકલેશ્વર : વિદેશી દારૂના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે વિદેશી દારૂના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે. 3 મે ના રોજ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે કોસંબાનો બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 3 લાખનો દારૂ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં જીજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે પૈકી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે ઝનોર ગામની સોનેરી ટેકરી વિસ્તારમાં રહેતા શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીની ધરપકડ કરી છે.

Reporter : કેતન મહેતા, અંકલેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments