E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratઅંકલેશ્વર : GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર : GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અંદાડા ગામના બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાને ઝડપી પાડ્યો છે.

ગત 28મી મેના રોજ ભરૂચ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈને અંકલેશ્વર આવી રહ્યો છે. પોલીસે અંકલેશ્વર-વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર GIDC ઓફિસ પાસે વોચ ગોઠવી હતી. દારૂ ભરેલી કારનું પાઈલોટિંગ કરનાર વિપુલ ભારત વસાવા અને આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.82 લાખનો દારૂ અને બે વાહનો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલા અંદાડા ગામના બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે.

Reporter : કેતન મહેતા, અંકલેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments