E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBollywoodઅનુપમ ખેર દિગ્દર્શિત ફિલ્મ તન્વી ધ ગ્રેટ 18 જુલાઇએ રીલિઝ થશે

અનુપમ ખેર દિગ્દર્શિત ફિલ્મ તન્વી ધ ગ્રેટ 18 જુલાઇએ રીલિઝ થશે

અનુપમ ખેર સ્ટુડિયોઝ અને એનએફડીસી દ્વારા નિર્મિત ફિલ્મ તન્વી ધ ગ્રેટ ૧૮ જુલાઇએ સિનેમાઘરોમાં રજૂ થશે તેમ ફિલ્મના દિગ્દર્શક અનુપમ ખેરે સોમવારે જણાવ્યું હતું. અનુપમ ખેરે ૨૦૦૨માં ૨૩ વર્ષ અગાઉ ‘ઓમ જય જગદીશ’ નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. હવે ફરી એકવાર અનુપમ ખેરે આ ફિલ્મમાં દિગ્દર્શન પર હાથ અજમાવ્યો છે. 

આ ફિલ્મને ૧૭ મેના રોજ કાન ફિલ્મોત્સવમાં કાન માર્કેટ ખાતે દર્શાવવામાં આવી હતી. શુભાંગી દત્ત આ ફિલ્મ સાથે ફિલ્મ ઉદ્યોગમાં કદમ માંડી રહી છે.આ મ્યુઝિકલ ફિલ્મના ગીતો કૌસર મુનીરે લખ્યા છે જ્યારે તેનું સંગીત ઓસ્કર વિજેતા સંગીતકાર એમએમ કીરાવાણીએ આપ્યું છે. ‘તન્વી ધ ગ્રેટ’માં લેઇન ગ્લેન, બોમન ઇરાની, જેકી શ્રોફ, અરવિંદ સ્વામી, નાસર અને પલ્લવી જોશીએ કામ કર્યું છે. કાન ફિલ્મોત્સવમાં અનુપમ ખેરની સાથે બોમન ઇરાની, કરણ ટેકર, પલ્લવી જોશી અને શુભાંગી દત્ત પણ તેમની ફિલ્મને પ્રમોટ કરવા ગયા હતા. ૨૮ એપ્રિલે એક મિનિટ અને ૨૧ સેકન્ડનું ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મની ચોતરફ ચર્ચા થઇ રહી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments