Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં બપોર બાદથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે મેચ શરૂ થાય તે પહેલા જ અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતા ક્રિકેટ ફેન્સ ચિંતામાં મૂકાયા છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યાં હતાં.