E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeWorldઅમેરિકામાં ખતરનાક 'બાયો વેપન' સાથે પકડાઈ ચીનની મહિલા, ખેતીમાં વિનાશ સર્જવાનો પ્લાન?

અમેરિકામાં ખતરનાક ‘બાયો વેપન’ સાથે પકડાઈ ચીનની મહિલા, ખેતીમાં વિનાશ સર્જવાનો પ્લાન?

US News: અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી FBIએ એક ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન છે. તેના પર આરોપ છે કે, તે એક ખતરનાક જૈવિક રોગજન્ય (બાયોલોજિકલ પૈથોજન) જીવાતને તસ્કરી કરીને અમેરિકામાં લાવી હતી. ખુદ FBI પ્રમુખ કાશ પટેલે મંગળવારે (3 જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી. 

પટેલે જણાવ્યું કે, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે જિયાન યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે, તેણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પ્રતિ વફાદારી દર્શાવી છે. તેને ચીન સરકાર તરફથી આ ફંગસ પર કામ કરવા માટે ફન્ડિંગ પણ મળ્યું હતું. ચીની મહિલા પર જે પૈથોજનની તસ્કરીનો આરોપ છે તેને વૈજ્ઞાનિક દુનિયામાં ‘સંભવિત કૃષિ આતંકવાદ હથિયાર’ના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. 

કયા ફંગસની કરાઈ તસ્કરી? 

કાશ પટેલના જણાવ્યા અનુસાર, જિયાને ‘ફ્યૂઝેરિયમ ગ્રેમિનેરમ’ નામના ખતરનાક ફંગસને અમેરિકામાં લાવીને રિસર્ચ માટે ઉપયોગ કર્યો હતો. આ ફંગસ એક એગ્રો-ટેરેરિઝમ એજન્ટ માનવામાં આવે છે, જે ઘઉં, મકાઈ અને અનાજના પ્રમુખ પાકમાં હેડ બ્લાઇટ નામનો રોગ ફેલાવે છે. તે ન ફક્ત પાકને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ માણસ અને જાનવના સ્વાસ્થ્ય માટે પણ જોખમી માનવામાં આવે છે. આ ફંગસ દર વર્ષે દુનિયાભરમાં અબજો ડૉલરનું આર્થિક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.’

અન્ય એક આરોપી ઝડપાયો 

તપાસ એજન્સીઓએ આ મામલે જિયાનના પ્રેમી જુનયોંગ લિયૂને પણ આરોપી બનાવ્યો છે, જે ચીનની એક યુનિવર્સિટીમાં કામ કરે છે. આરોપ છે કે, તે પહેલાં ખોટું બોલ્યો અને બાદમાં કબૂલ કર્યું કે, તે પણ આ ફંગસને ડેટ્રૉઇટ મેટ્રોપૉલિટન એરપોર્ટ દ્વારા અમેરિકામાં લાવ્યો હતો, જેથી યુનિવર્સિટી ઑફ મિશિગનમાં રિસર્ચ કરી શકે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments