E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeStock Marketઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં વિશ્વને રાહત થવા સાથે વૈશ્વિક બજારોમાં આજે ફરી તેજીનો સંચાર થયો હતો. ભારતીય શેર બજારોમાં આજે આરંભિક કલાકોમાં બે-તરફી સાંકડી વધઘટે એકંદર નિરાશા છવાયેલી રહ્યા બાદ છેલ્લી ઘડીમાં ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બનતાં તેજીનો ફૂંફાળો જોવાયો હતો. ફંડો, મહારથીઓએ આજે મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ હેલ્થકેર શેરોમાં ખરીદી કરી હતી.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ઉપરમાં ૮૧૮૧૬, નિફટી સ્પોટ ૨૪૮૯૨ની સપાટીને સ્પર્શયાસેન્સેક્સ શેરોમા ખાસ ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટસમાં લેવાલી સાથે ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, એક્સિસ બેંક, કોટક બેંકમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ આરંભમાં નીચામાં ૮૧૧૦૬.૯૮ સુધી આવ્યા બાદ ઉપરમાં ૮૧૮૧૬.૮૯ સુધી જઈ અંતે ૩૨૦.૭૦ પોઈન્ટ વધીને ૮૧૬૩૩.૦૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૬૭૭.૩૦ સુધી આવી ઉપરમાં ૨૪૮૯૨.૬૦ સુધી જઈ અંતે ૮૧.૧૫ પોઈન્ટ વધીને ૨૪૮૩૩.૬૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં આકર્ષણ : મધરસન બોનસ આકર્ષણે વધ્યો, ટીઆઈ ઈન્ડિયા, આઈશર, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. સમવર્ધન મધરસન ઈન્ટરનેશનલમાં કંપનીએ બે શેર દીઠ એક શેર બોનસ અને શેર દીઠ ૩૫ પૈસા ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૩.૪૦ વધીને રૂ.૧૫૨.૧૫ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૧.૭૫ વધીને રૂ.૩૦૫૫.૮૫, આઈશર મોટર્સ રૂ.૪૯.૨૦ વધીને રૂ.૫૩૭૬.૬૫, ટાટા મોટર્સ રૂ.૬.૫૦ વધીને રૂ.૭૨૪.૪૫, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૨૪૦.૬૫, ભારત ફોર્જ રૂ.૭.૫૦ વધીને રૂ.૧૨૫૬.૫૦, મારૂતી સુઝુકી રૂ.૫૬.૨૫ વધીને રૂ.૧૨,૩૮૫.૯૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૨૪૦.૬૫ રહ્યા હતા.સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી છતાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નબળી : ૧૯૩૩ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ રહ્યા છતાં ઉછાળે ઘણા શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૩૩  અને ઘટનારની સંખ્યા ૨૦૫૬   રહી હતી.

જેફ્રીના બાય રેટિંગે જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૩ વધ્યો : જિન્દાલ સ્ટીલમાં મજબૂતી : હિન્દાલ્કો ડાઉનગ્રેડે ઘટયો

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ માટે જેફ્રી દ્વારા ખરીદીનું રેટિંગ આપીને શેર માટે  રૂ.૮૦૦નો ટાર્ગેટ આપતાં શેરમાં લેવાલીએ રૂ.૨૨.૯૦ વધીને રૂ.૬૬૯.૨૫ની ચાર મહિનાની ઊંચાઈએ, જિન્દાલ સ્ટીલ રૂ.૨૬.૯૫ વધીને રૂ.૯૭૧.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૨૫ વધીને રૂ.૪૬૪.૭૦, એનએમડીસી રૂ.૧.૪૩ વધીને રૂ.૭૨.૨૮, ટાટા સ્ટીલ રૂ.૨.૦૫ વધીને રૂ.૧૬૩.૧૦, વેદાન્તા રૂ.૫.૧૫ વધીને રૂ.૪૫૧.૮૦, સેઈલ રૂ.૧.૧૫ વધીને રૂ.૧૨૯.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૦૦૬.૦૫ રહ્યા હતા. જેફ્રીએ હિન્દાલ્કોને ખરીદથી ડાઉનગ્રેડ હોલ્ડ રેટિંગ આપીને શેરનો ભાવ ટાર્ગેટ રૂ.૮૦૦થી ઘટાડીને રૂ.૬૯૦ મૂકતાં શેર નેગેટીવ રૂ.૬૫૦ રહ્યો હતો.

આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી : બ્લેક બોક્સ રૂ.૩૧ ઉછળી રૂ.૫૦૪ : ઈન્ટેલેક્ટ, ઈન્ફોસીસ, માસ્ટેક વધ્યા

ટ્રમ્પને વિશ્વ પર આકરાં ટેરિફ મામલે ફેડરલ કોર્ટની લપડાકે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બ્લેકબોક્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૭.૮ ટકા વધીને રૂ.૬૦.૪૭ કરોડ થતાં શેર  રૂ.૩૦.૮૫ વધીને રૂ.૫૦૪.૪૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૪૯.૯૦ વધીને રૂ.૧૧૪૭.૬૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૪૧.૪૫, માસ્ટેક રૂ.૬૫.૩૦ વધીને રૂ.૨૩૧૧.૧૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૭૪૨.૧૦, ઓરિએન્ટ ટેકનો રૂ.૯.૨૦ વધીને રૂ.૩૩૬.૮૫, કોફોર્જ રૂ.૧૫૬.૦૫ વધીને રૂ.૮૬૨૩.૧૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૫.૬૫ વધીને રૂ.૮૫૦.૨૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૩.૫૦ વધીને રૂ.૭૭૧.૩૫, ઈન્ફોસીસ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૧૫૮૫.૪૦, એમ્ફેસીસ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૨૫૬૫.૯૫ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments