E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratખેડા: ગ્રામિણ વિસ્તારમાં રહેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય

ખેડા: ગ્રામિણ વિસ્તારમાં રહેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા: ગ્રામિણ વિસ્તારમાં રહેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી રૂડસેટ સંસ્થાએ ખાસ પહેલરૂપ તાલીમ કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રોજગાર ઇચ્છુક ૫૫ બહેનોને બ્યુટીપાર્લર (૩૫ દિવસ) અને દરજીકામ (૩૧ દિવસ)ની નિઃશુલ્ક વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાએ તાલીમ દરમિયાન રહેવા-જમવાની મફત વ્યવસ્થા પણ કરી હતી.
તાલીમમાં સાદ્ધાંતિક જ્ઞાન સાથે આધુનિક ટેક્નિક્સના વ્યાવહારિક પાટા અપાઈ, જેથી બહેનો પોતાનું સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે. સમાપન સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી જે.કે. માંકલ, જી.ગ્રા.વિ. એજન્સીના નિયામક લલિત પટેલ, તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી ફરજાનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિઓએ બહેનોને સરકારની લોન સહાય અને ઉદ્યોગસાહસિકતા યોજના અંગે માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમ અંતે તમામ બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments