ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત યુવા રોજગાર યોજના – ૨૦૨૫ ના પ્રથમ તબક્કામાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિ તથા સંતગણ અને સામાજિક આગેવાનોની વિશેષ હાજરીમાં રોજગાર ઈચ્છુક ૫૦ યુવાનોને JCB સોંપણીનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે વિશાળ સંખ્યામાં હાજર જનસમુદાયની રૂબરૂમાં યોજાયો હતો.
“બેરોજગારી છે એક આફત, રોજગારી અપાવીએ એવી જે યુવાનોને હોય માફક.” આ ભાવ સાથે ભરવાડ યુવા સંગઠન સમાજની આર્થિક આત્મનિર્ભરતા માટે પ્રયાસો કરી રહ્યું છે તેની નોંધ લઈ માન. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રયત્નોને બિરદાવ્યા હતાં તથા જ્યાં જરૂર હોય ત્યાં સહયોગની તત્પરતા વ્યકત કરી સૌને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીને આવકારવાનો તથા સત્કારવાનો અવસર પ્રાપ્ત થયો હતો.