રાજકોટ જીલ્લાના જેતપુરમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આઈપીએલના ફાઈનલ મેચમાં સટ્ટો રમતો એક શખ્સને ઝડપી ઝડપી લીધો હતો, જ્યારે અન્ય ૪ શખ્સોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ છે, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ આઇ.પી.એલ. ૨૦૨૫ સીરીઝમાં રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હાર જીતનો ક્રિકેટ સટ્ટો રમતા ઇસમો પકડવા સારૂ સુચના કરતા એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકરટ વી.વી. ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એમ.સી.ગોહીલ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પો. હેડ કોન્સ. રાજુભાઇ સાબંડા, દિવ્યેશાઇ સુવા. નિલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, પો. કોન્સ. મિરલભાઇ ચંદ્રવાડીયા ને સંયુકત બાતમી હકિકત આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી નિકુંજ ઉપેન્દ્રભાઇ વસંત રહે. જેતપુર વાળાને જેતપુર શહેર વિસ્તાર માંથી આઇ.પી.એલ. ૨૦૨૫ સીરીઝ ફાઇનલમાં રોયલ ચેલેન્ઝર બેંગલોર તથા કીંગ ઇલેવન પંજાબ ટીમો વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા રોકડ રૂા. ૧૬,૭૦૦ તથા એક મોબાઇલ મળી કુલ ૫૬,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ નિકુંજ પાસેની મળી ચિઠ્ઠીમાં રફીક રહે. બોખલા દરવાજા પાસે જેતપુર, રવિ નથવાણી, રહે. તીનબતી ચોક, જેતપુર, રવિ, રહે. મોટા ચોક, જેતપુર તથા કેતન ઉર્ફે ભદી ના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
Reporter : સુરેશ ભાલીયા, જેતપુર