“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ કિં.રૂ. 2,56,000/-ના મોબાઇલ ફોન નંગ-7 તથા મો.સા. નંગ-02 મૂળ માલિકોને પરત કરતી જંબુસર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જંબુસર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયનાwww.ceir.gov.inપોર્ટલના ઉપયોગ દ્રારા ભરૂચ જીલ્લામાં ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા તેમજ અન્ય કિંમતી મુદામાલ મૂળ માલિકોને ત્વરિત પરત અપાવવા માટે કાર્યવાહી કરવા આપેલ સુચનાના આધારે, પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ભુતિયા જંબુસર પો.સ્ટે.ના પી.એસ.આઈ. તથા પોલીસ માણસોની ટીમને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે, CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ ફોન કુલ નંગ-૭ કિં.રૂ.૧,૨૬,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૨ જેની કિં.રૂ.૧,૩૦,૦૦/- એમ તમામ મળી કુલ કિં.રૂ. ૨,૫૬,૦૦૦/- નો મુદામાલ મૂળ માલિકોને પરત કરેલ છે.
Reporter : કેતન મહેતા, જંબુસર