E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratથાન ના જામવાળી ગામના ભુમાફીયા પિતા અને પુત્રને ચોટીલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે...

થાન ના જામવાળી ગામના ભુમાફીયા પિતા અને પુત્રને ચોટીલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે ભાગેડું જાહેર કર્યા

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જીલ્લામાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની ખનીજ સં૫ત્તિનું ખનન અને વહનની મોટાપાયે ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી રેઈડ કરી ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ થાન તાલુકાના જામવાળી ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન કરનાર પિતા અને પુત્ર છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી બહાર હોવાથી તેમજ વોરંટની પણ બજવણી ન થતાં બન્નેને ભાગેડું જાહેર કરી આગામી ૩૦ દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ થાન તાલુકાના જામવાળી ગામે રહેતા ભુમાફીયાઆ પિતા રણુભાઈ દાનાભાઈ અલગોતર અને પુત્ર વિજયભાઈ રણુભાઈ અલગોતરવાળાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી થાન તાલુકાના જામવાળી ગામના સર્વે નં.૧૧૧માં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાઈ જતા બન્ને વિરૃધ્ધ ગત એપ્રિલ-૨૦૨૫માં સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંત તેમ છતાંય બન્ને શખ્સોએ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન બંધ કરવાને બદલે ફરી શરૃ રાખી સરકારી સર્વે નંબર ૭૧,૭૨,૭૩ અને ૭૮ વાળી જમીનમાંથી મોટાપાયે ગેરકાયદેસર સફેદ માટી તેમજ સેન્ડસ્ટોનનું ખનન કરી સરકારી તીજોરીને નુકશાન પહોંચાડયું છે. આ ઉપરાંત ગેરકાયદેસ ખનનની પ્રવૃત્તિઓ અટકાવતા બન્ને શખ્સો દ્વારા અધિકારીઓ તેમજ ટીમ સાથે માથાકુટ કરી ઝડપાયેલ હિટાચી મશીન અને પાટલો લઈ નાસી છુટયા હતા તેમજ ફરજમાં રૃકાવટ કરી હતી જે અંગે બન્ને વિરૃધ્ધ ગત મે-૨૦૨૫માં વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ આ વોરંટની પણ બન્ને શખ્સો નાસતા ફરતા હોય બજવણી ન થતાં અંતે ચોટીલા સબ ડિવીઝનના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ એચ.ટી.મકવાણા દ્વારા ભુમાફીયાઓ પિતા અને પુત્રને ભાગેડુું જાહેર કરી આગામી ૩૦ દિવસ એટલે કે તા.૦૧-૦૭-૨૦૨૫ સુધીમાં બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે તેમજ આ હુકમનુું જો પાલન કરવામાં નહિં આવે તો મીલ્કત ઝપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ થાન તાલુકાના ભુમાફીયા પિતા અને પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments