E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratપાલનપુર : ૪ હજારથી વધુ જરૂરિયાતમંદવિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણની કીટનું વિતરણ કરાયુ

પાલનપુર : ૪ હજારથી વધુ જરૂરિયાતમંદવિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણની કીટનું વિતરણ કરાયુ

ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રે મુખ્યધારામાં લાવવા ઠાકોર સેના – OBC એકતા મંચે હકારાત્મક પ્રયાસ…

ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં ૨૦ હજાર થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરાશે
ગજરાતમાં ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રે મુખ્યધારામાં આવવા મથી રહ્યો છે, સમાજના શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણક્ષેત્રે કામ કરનારા ભેખધારીઓ શિક્ષિત સમાજના નિર્માણ માટે મહેનત કરી રહ્યાં છે. એ દિશામાં આગળ વધતા ઠાકોર સેના અને OBC એકતા મંચે હકારાત્મક પગલું હાથ ધર્યું છે.
ઠાકોર સમાજ સંસ્કાર મંડળ છાત્રાલય ગોબરી રોડ, પાલનપુર ખાતે જરૂરિયાતમંદ સમાજના બાળકોને મદદ કરવાના ભાગરૂપે એક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટનું વિતરણ કર્યું હતું.

OBC એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઇ ભરવાડના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા અને દફ્તરનું મફત વિતરણ કર્યું હતું . શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમમાં ઠાકોર સહિત અન્ય સમાજના પરિવારના વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થાય તે પહેલા ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં ૧૫ હજાર થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યુ છે.
આગામી વર્ષ શૈક્ષણિક સત્ર માં એકાદ લાખ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે .જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા વોટર પ્રૂફ દફ્તર, ચોપડા, પેન, પેન્સિલ, લંચબૉક્સ અને પાણી ની બોટલની કીટ આપવા નો મુખ્ય હેતુ રહયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments