વિશ્વમાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધતાં એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં તેજી સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં ફંડોએ આજે કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોની આગેવાનીએ તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા વર્ષ ૨૦૨૬ માટેનો જીડીપી વૃદ્વિનો અંદાજ ઘટાડીને ૬.૫ ટકા મૂક્યા છતાં ટેરિફ અને અન્ય વૈશ્વિક અનિશ્ચિતતાઓની ભારત પર આર્થિક અસર ઓછી થવાના અંદાજોએ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ફરી મજબૂત ખરીદીના જોરે આજે ભારતીય બજારોમાં ફરી મજબૂતી જોવાઈ હતી. દેશમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચરના ઝડપી વિકાસ અને બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી આગળ વધી રહી હોવા સાથે ડિફેન્સ ક્ષેત્રે મોટી બિઝનેસ તકોને લઈ આજે ફંડોની આક્રમક ખરીદી રહી હતી. સેન્સેક્સ ૪૧૦.૧૯ પોઈન્ટ વધીને ૮૧૫૯૬.૬૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૯.૫૫ પોઈન્ટ વધીને ૨૪૮૧૩.૪૫ બંધ રહ્યા હતા.ડિફેન્સ શેરોમાં તેજી : ભારત ઈલેક્ટ્રોનિક્સ, સિમેન્સ, ભારત ડાયનામિક્સ, હિન્દ. એરોનોટિક્સ ઉછળ્યા
ડિફેન્સ, રેલવે શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૯.૨૫ ઉછળી રૂ.૩૮૨.૯૫, સિમેન્સ રૂ.૧૫૯.૮૫ વધીને રૂ.૩૨૯૦.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૭૨૭.૧૫ વધીને રૂ.૧૬,૬૦૦.૨૫, ભારત ડાયનામિક્સ રૂ.૭૯.૬૫ વધીને રૂ.૧૮૭૮.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૦.૫૫ વધીને રૂ.૫૦૦૦.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૧.૭૫ વધીને રૂ.૫૮૮૬.૯૫, જીએમઆર એરપોર્ટ રૂ.૧.૭૭ વધીને રૂ.૮૭.૫૮, એનબીસીસી રૂ.૨.૨૮ વધીને રૂ.૧૧૩.૧૨, હોનટ રૂ.૭૩૫.૯૫ વધીને રૂ.૩૭,૭૬૫.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૨૨.૨૦ વધીને રૂ.૧૭,૬૩૭.૪૦, ટીટાગ્રહ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૯૦૪.૮૦, શેફલર રૂ.૬૭.૯૫ વધીને રૂ.૪૦૯૫.૩૫, થર્મેક્સ રૂ.૪૬.૧૫ વધીને રૂ.૩૫૪૭.૯૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં સતત આકર્ષણ : ઉનો મિન્ડા, મધરસન, એમઆરએફ, બજાજ ઓટો, ટાટા મોટર્સ વધ્યા
ઓટોમોબાઈલ ક્ષેત્રે ફરી નવી ટેકનોલોજી સાથે વ્હીકલ્સના ડેવલપમેન્ટમાં ભારત મોટી ભૂમિકા ભજવવા લાગ્યું હોઈ ફંડોની ઓટો શેરોમાં આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. ઉનો મિન્ડા રૂ.૧૮.૩૦ વધીને રૂ.૧૦૦૦.૨૫, મધરસન રૂ.૨.૨૫ વધીને રૂ.૧૪૮.૨૦, એમઆરએફ રૂ.૨૧૦૧.૯૫ વધીને રૂ.૧,૪૨,૩૪૩.૫૫, બજાજ ઓટો રૂ.૧૨૬.૯૦ વધીને રૂ.૮૬૯૧.૭૦, ટાટા મોટર્સ રૂ.૮ વધીને રૂ.૭૨૬.૭૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૯૯૨.૭૫, અશોક લેલેન્ડ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૯૯૨.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૭૫ વધીને રૂ.૩૦૮૭.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૭૫ વધીને રૂ.૨૬૬૫.૮૦ રહ્યા હતા.