વૈશ્વિક ટ્રેડ વોરના ચાલતાં અને અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની આંટીઘૂંટી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફ લાદતાં અને અમેરિકા સિવાય બનતાં આઈફોનની આયાત પર ૨૫ ટકા ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે ફરી ભારતીય શેર બજારોમાં તેજીના સૂસવાટા અનુભવાયા હતા. એક દિવસ મંદી અને એક દિવસ તેજીનો ખેલ ખેલી રહેલા ફંડો, મહારથીઓની આ નવી ટ્રેન્ડ પેટર્નથી ખેલંદાઓ, ટ્રેડરો મૂંઝવણમાં મૂકાતા જોવાયા હતા. જો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ફરી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ફરી ખરીદીના જોરે બજાર ઉંચકાયું હતું. મ્યુચ્યુઅલ ફંડો ફરી મિડ કેપ શેરોમાં સક્રિય મોટાપાયે ખરીદદાર બન્યાના અહેવાલોએ તેજીનો સળવળાટ વધતો જોવાયો હતો. બેંકિંગ, એફએમસીજી, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૭૬૯.૦૯ પોઈન્ટ વધીને ૮૧૭૨૧.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩.૪૫ પોઈન્ટ ઉછળી ૨૪૮૫૩.૧૫ બંધ રહ્યા હતા.બેંકિંગ શેરોમાં ફંડોની ખરીદી : બેંકેક્સ ૬૧૪ પોઈન્ટ ઉછળ્યો : એક્સિસ બેંક, કોટક બેંક ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ફરી પસંદગીની મોટી ખરીદી કરી હતી. એક્સિસ બેંક રૂ.૨૨.૨૦ વધીને રૂ.૧૨૧૦.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૧.૯૦ વધીને રૂ.૨૧૦૦.૮૫, ફેડરલ બેંક રૂ.૨.૪૦ વધીને રૂ.૨૦૩.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૫ વધીને રૂ.૭૯૩.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૭૫ વધીને રૂ.૨૪૩.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૩૩.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૪.૧૭ પોઈન્ટ ઉછળી ૬૨૯૬૨.૫૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સિલેક્ટિવ સતત તેજી : કંટ્રોલ પ્રિન્ટ, એક્સપ્લિઓ, ઓનવર્ડ, તાન્લા, સિએન્ટમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, મહારથીઓએ ફરી સિલેક્ટિવ તેજી કરી હતી. કંટ્રોલ પ્રિન્ટ રૂ.૬૫.૪૦ ઉછળી રૂ.૭૧૮.૨૦, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૮૩.૭૫ વધીને રૂ.૧૦૨૨.૨૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૮.૯૫ વધીને રૂ.૨૯૬.૭૫, સિએન્ટ રૂ.૩૧.૩૦ વધીને રૂ.૧૩૨૯.૭૦, તાન્લા રૂ.૮.૭૦ વધીને રૂ.૫૭૧, પર્સિસ્ટન્ટ રૂ.૮૦.૯૦ વધીને રૂ.૫૬૬૩.૧૫, લેટેન્ટ વ્યુ રૂ.૭.૦૫ વધીને રૂ.૪૧૬.૫૦, ટાટા એલેક્સી રૂ.૮૫.૬૦ વધીને રૂ.૬૨૮૬.૯૫, એફલે રૂ.૩૦.૧૦ વધીને રૂ.૧૭૨૭.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૨.૭૭ પોઈન્ટ વધીને ૩૬૯૩૮.૧૧ બંધ રહ્યો હતો.કન્ઝયુમર શેરોમાં આકર્ષણ : સુપ્રિમ ઈન્ડ. રૂ.૮૮ વધીને રૂ.૩૯૧૦ : ક્રોમ્પ્ટન, ટાઈટનમાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૭.૫૫ વધીને રૂ.૩૯૧૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૮૫ વધીને રૂ.૩૫૧.૭૫, ટાઈટન રૂ.૩૬.૫૦ વધીને રૂ.૩૫૭૮.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૦૫ વધીને રૂ.૧૫૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૫૭.૫૪ પોઈન્ટ વધીને ૫૮૨૭૫.૭૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં એમ્ક્યોર રૂ.૧૧૭ ઉછળી રૂ.૧૨૮૯ : ટારસન્સ, શિલ્પામેડી, થાયરોકેર ઉંચકાયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પસંદગી ખરીદી ચાલુ રાખી હતી. એમ્ક્યોર રૂ.૧૧૭.૧૫ ઉછળી રૂ.૧૨૮૮.૬૫, થાયરોકેર રૂ.૪૫.૬૦ વધીને રૂ.૧૦૧૧.૫૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૦.૫૦ વધીને રૂ.૭૫૪.૪૦, મેદાન્તા રૂ.૩૧.૪૦ વધીને રૂ.૧૨૧૫.૮૦, મેક્સ હેલ્થ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૧૧૭૭, નોવાર્ટિસ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૯૭૩.૧૫ રહ્યા હતા.