E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeTop Newsબોટાદ: પ્રેમ સંબંધમાં યુવકની હત્યા, 4 આરોપીઓની ધરપકડ પોલીસે કાયદાનું કારવ્યું ભાન

બોટાદ: પ્રેમ સંબંધમાં યુવકની હત્યા, 4 આરોપીઓની ધરપકડ પોલીસે કાયદાનું કારવ્યું ભાન

બોટાદ:બોટાદના ગઢડાના ઢસા નજીક પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે યુવકની હત્યાના 4 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઢસા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ  મજૂર કર્યા છે. મળતી માહિતી મુજબ,  ઢસા પોલીસે હરદીપસિંહ ધરમેન્દ્રસિંહ ગોહિલ, અજયસિંહ લક્ષમણ સિંહ વાઘેલા,વિશ્વારાજસિંહ જગદીશસિંહ ગોહિલ, કૃપાલસિંહ હરદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. જયદિપસિહ ગોહિલની અગાઉ ધરપકડ કરી હતી,  ત્રણ આરોપીઓ  ફરાર હતા તેને પોલીસે પકડી પાડ્યા છે. 

ગત તારીખ 4 જૂનના સવારે ઢસા નજીક બ્રિજ પાસેથી યુવકની હત્યા કરેલ મૃતદેહ મળ્યો હતો.પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીબી ગામના જનકભાઈ કોતર નામના યુવકની પ્રેમ સંબંધના કારણે યુવતીના પરિવારજનોએ હત્યા કરી હતી.  ઢસા પોલીસમાં આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આખરે પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કાયદાનું ભાન કારવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments