દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર યૌન સંબંધ બનાવનાર ભાજપ નેતા મનોહર ધાકડના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વાયરલ વાંધાજનક વિડિયો અંતર્ગત ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સખ્ત કાર્યવાહી કરતાં વિડિયો વાયરલ કરનારા ત્રણ જણાને નોકરીમાંથી છૂટા કર્યા છે.
મધ્ય પ્રદેશના ભાજપ નેતાના વિડિયો વાયરલ કરવા બાબતે બરતરફ કરાયેલા કર્મચારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના નથી પરંતુ તેઓ MKC ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે સંકળાયેલા હતા. NHAI સાથે કરાર પર કામ કરતી રોડ મેન્ટેનન્સ અને મોનિટરિંગ એજન્સીના આ કર્મચારીઓ છે.NHAI ના પ્રોજેક્ટ ડિરેક્ટર સંદીપ પાટીદારે જણાવ્યું હતું કે, NHAI એ MKC કંપનીને વાયરલ થયેલા વિડિયો અંગે જાણ કરી હતી. એ પછીથી કંપનીએ તપાસ કરીને ત્રણ દોષિત કર્મચારીઓને બરતરફ કર્યા હતા. આ બધા કર્મચારીઓ ૧૩ મેની રાત્રે નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.