E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratRajkotભાદર નદીની ધાબીમાં પ્રદુષિત સફેદ પાણીના ફીણના ગોટેગોટા હવામાં ઊડયા

ભાદર નદીની ધાબીમાં પ્રદુષિત સફેદ પાણીના ફીણના ગોટેગોટા હવામાં ઊડયા

જેતપુરનો સાડી ઉદ્યોગ નદી અને જનજીવન માટે પડકારરૂપ બની ગયો છે. અહી જેતપુર તાલુકાના ેકેરાળી ગામ જવાના રસ્તા પર આવતી પાણીની ધાબીમાં કોઈ પ્રદૂષણયુકત કેમિકલ રાતના સમયે ઠાલવી જતાં સફેદ પાણીના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.અહી બરફની ચાદર છવાઈ ગઈ હોય એવા દ્રષ્યો સર્જાયા છે.

પ્રદુષણ માફિયાઓ જાણે ભાદર નદી માલિકીની હોઈ તેમ કેમિકલયુક્ત પાણી નદીમાં બેફિકરાઈથી ઠાલવી રહ્યા છે બે દિવસથી મેઘરાજાએ વરસાદની ઝલક ઉાવતાની સાથે જેતપુર તાલુકાના કેરાળી જવાના કોઝવે પર ભાદર નદીના અચાનક કેમીકલ યુક્ત પાણીના ફીણ જોવા પ્રદુષણ પાપીઓની છબી છતી થઇ હતી.જો કે અમુક પ્રોસેર્સ ધારકો રાત્રીના સમયે ટેન્કરો કે ભુર્ગભ પાઇપો દ્વારા નદીમાં ટ્રીટ કર્યા વગરનું સીલીકેટ-કાસ્ટીક સહિતના રાસાયણીક તત્વોથી ભરેલ કેમીકલ યુક્ત પ્રદુષીત પાણી સીધુ ભાદર નદીમાં છોડી પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છે. અહીં સૈા કોઇ જાણે છે કે, પ્રોસેર્સનું પાણી જ જમીન વાંજણી કરે છે અને પ્રદુષણ ફેલાવી રહેલ છે, છતો પ્રદુષણ બોર્ડને પણ ધોળા દિવસે પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેતપુરમાં કમોસમી વરસાદ વરસતા નાના મોટા 8 ચેક ડેમો ભરાઈ જતાં જેતપુરના પ્રદુષણના પાપીઓએ પ્રદુષિત પાણી છોડીને ભરી દીધા છે. છેલ્લા ૨ દિવસમાં જ્યારે વરસાદ પડયો છે ત્યારે આ ડેમોમાં વરસાદી પાણી આવ્યું અને તે સાથેજ આ પ્રદુષિત પાણીએ પોતાની જાત બતાવી છે. અને કેરાળી ગામ જવાના રસ્તે આવેલ ચેક ડેમ કેમિકલથી બનતા ફીણના ગોટે ગોટા હવામાં ઉડવા લાગ્યા છે. સમગ્ર ચેક ડેમ આ પ્રદૂષણના કેમિકલ વાળા પાણીથી બનેલા ફીણના ગોટાથી. જાણે એવું લાગે કે બરફની ચાદર પથરાય ગઈ હોય પરંતુ ના આ તો કેમિકલનું હદ વટાવી ગયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments