E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBollywoodભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની પસંદગીની ગુજરાતી થ્રિલર ફિલ્મ બની ગઈ છે. “ભ્રમ” એ ગુજરાતી સિનેમામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી થ્રિલર ફિલ્મ બની છે, જે ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની વાત ગર્વની વાત કહેવાય.

“હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા “ભ્રમ” ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની છે.અન્ય એક ગર્વની વાત એ છે કે ખાસ ડિમાન્ડ પર આ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં પણ રિલીઝ થઈ રહી છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ આ થ્રિલર ફિલ્મનો આનંદ માણી શકશે.
અદ્ભૂત સ્ટોરીટેલિંગ, પાવરફુલ એક્ટિંગ અને એન્ગેજીંગ પ્લોટ સાથે ભ્રમ એ માત્ર દર્શકોને મંત્રમુગ્ધ જ કર્યા નથી, પરંતુ બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડીને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર થ્રિલર ફિલ્મ બની છે. આ સિદ્ધિ ભારતીય પ્રાદેશિક સિનેમાના વિકાસ અને સર્જનાત્મક ક્ષમતાને ઉજાગર કરે છે.

ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી આ પ્રકારની સસ્પેન્સ થ્રિલર ફિલ્મને દર્શકોએ પૂરા દિલથી આવકારી છે. આ ફિલ્મે તેની સફળતાથી ગુજરાતી ફિલ્મ નિર્માણમાં વધુ વૈવિધ્યસભર અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટેનો માર્ગ મોકળો કરે છે.

ફિલ્મમાં માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે તે જાણવા માટે આજે જ ફિલ્મ જોઈ આવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments