E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeWorldયુક્રેની હુમલાનો પુતિન વીણી વીણીને બદલો લઈ રહ્યા છે : અનેક શહેરો...

યુક્રેની હુમલાનો પુતિન વીણી વીણીને બદલો લઈ રહ્યા છે : અનેક શહેરો કબજે લીધાં : ભયંકર તબાહી વેરી

: યુક્રેનના હાથે, સતત 3 દિવસ માર ખાધા પછી, રશિયન સેનાએ બદલો લેવો શરૂ કર્યો છે : યુદ્ધ ચરમ સીમા તરફ જઈ રહ્યું છે : શાંતિ-મંત્રણા પડી ભાંગી છે

મોસ્કો : યુક્રેને છેલ્લા ૩ દિવસમાં રશિયામાં ભારે તબાહી વેરી દીધી છે. હવે રશિયન સેના તેનો વીણી-વીણીને બદલો લઈ રહી છે. હવે, યુદ્ધ વિકરાળ બની રહ્યું છે તે ચરમ સીમા તરફ ધસી રહ્યું છે. બંને દેશો શાંતિ-મંત્રણાના બે દોર કરી ચુક્યા છે. ઘણા મુદ્દાઓએ સહમતિ પણ દર્શાવી હતી, પરંતુ હવે તો તે શાંતિ મંત્રણા પડી ભાંગવાની છે.

રશિયન સેનાએ બુધવારે દાવો કર્યો છે કે તેણે યુક્રેનનાં મોટાં મોટાં કેટલાંયે શહેરો ઉપર કબ્જો જમાવી દીધો છે. ઓછામાં ઓછા બે જિલ્લાઓ કબ્જે કર્યા છે.

યુક્રેને ગત રવિવારે રશિયાની અંદર હજી સુધીમાં કરેલો સૌથી ભીષણ હુમલો કર્યો છે. ૧૮ મહિનાનાં પ્લાનિંગ પછી, ટ્રકોમાં ડ્રોન ભરી, ડ્રોનને રશિયાનાં ચાર વિમાન મથકો સુધી પહોંચે તે રીતે વહેતા મુક્યા અને ઓછામાં ઓછાં ૪૦ યુદ્ધ વિમાનો તોડી નાંખ્યા. તે પછી સોમવાર અને મંગળવારે રશિયાના કેટલાયે મહત્વના પુલો ઉડાડી દીધા. યુક્રેનના આ હુમલાએ વ્લાદિમીર પુતિનની ઊંઘ ઉડાડી દીધી હતી. આ હુમલાને રશિયાએ દુ:સાહસભર્યા કહ્યા. જવાબમાં થોડા ઘણા છુટક હુમલા કર્યા.

હવે રશિયા, યુક્રેનના આ હુમલાઓનો જબરદસ્ત જવાબ આપવા તૈયાર થયું છે. તેની સેનાએ પ્રચંડ હુમલા શરૂ કરી દીધા છે. સૂમી ક્ષેત્રમાં એક વધુ ગામ, કિંદ્રાતિલકા અને પૂર્વ યુક્રેનનાં રિડકોડૂબ ગામો કબ્જે કર્યા છે.

બહુ જ સહજ છે કે યુક્રેનના આ હુમલા પછી રશિયા મૂક રહે જ નહીં. હવે તે બમણી તાકાતથી હુમલા શરૂ કરી દેશે. તેની સેના યુક્રેનની અંદર ઘૂસી ગઈ છે. તેણે કહ્યું છે કે જે બે જિલ્લાઓ ઉપર તેણે કબ્જો જણાવ્યો છે તેનો હેતુ બફર ઝોન રચવાનો છે. જેથી યુક્રેનના સીધા હુમલાથી તે બચી શકે.

છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં રશિયાએ યુક્રેનના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં નાનાં પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વનાં ગામો ઉપર કબજો જમાવ્યો છે. તે વિસ્તારમાં ભયંકર બોમ્બવર્ષા પણ કરી છે. જોકે હજી સુધી યુક્રેને આ ઘટનાને પુષ્ટિ આપી નથી, તે અલગ વાત છે.

કેટલાક નિરીક્ષકોનું તો માનવું છે કે અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ રશિયાને સજા કરવા યુક્રેનના જેલેન્સ્કીને ચઢાવી, પોતે ખસી ગયા. ઝેલેન્સ્કી માનતા હશે કે આ યુદ્ધ થતાં પશ્ચિમના દેશો રશિયા પર તૂટી પડશે. તેવું તો ન થયું પરંતુ હવે તો પશ્ચિમના દેશોનું ધ્વજ ધારક રાષ્ટ્ર યુક્રેન સંઘર્ષમાંથી ખસી ગયું છે. બંને તરફ તબાહી તો છે પરંતુ યુક્રેન તો આખો દેશ જ જાણે કે ખંડેર સમાન બની ગયો છે. દુનિયા આ આગ દૂરથી જોઈ રહી છે  તે સૌથી મોટી કરૂણતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments