HomeGujaratયુવતી લિંક કાઢવા જતા ગૃ્રપમાં એડ થતાં જ ખાતામાંથી ૧.૭૪ લાખ ઉપડી...

યુવતી લિંક કાઢવા જતા ગૃ્રપમાં એડ થતાં જ ખાતામાંથી ૧.૭૪ લાખ ઉપડી ગયા

સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબ અપનાવી રહ્યા છે. તેમાંયે ખાસ કરીને જાત જાતની લિંક મોકલીને રૃપિયા કમાવા પ્રલોભન આપતા હોય છે જો ભુલથી લિંક ઓપન કરવામાં આવે તો ખાતું ખાલી થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેઘણીનગરની યુવતીના મોબાઇલમાં એક લિંક આવી હતી જેથી યુવતી લિંક કાઢવા જતાં વીઆઇપી નામના અજાણ્યા ગૃ્રપમાં એડ થઇ ગઇ હતી અને બે દિવસમાં જુદા જુદા છ વ્યક્તિના ખાતામાં કુલ રૃા. ૧.૭૪ ટ્રાન્સફર થઇ ગયા હતા જો કે રૃપિયા ઉપડી ગયા બાદ મેસેજ આવ્યો કે રૃપિયા પરત લેવા માટે રૃા. ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પાછી આવી જશે યુવતીએ ફોન પે એપ્લિીકેશન ચેક કરતાં ખાતામાંથી રૃપિયા ઉપડી ગયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેલીગ્રામ એપ્લિકેશનમાં રૃપિયા ઉપડયા પછી મેસેજ આવ્યો ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પરત આવી જશે 

મેઘાણીનગરમાં મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કિર્તી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૭-૧૧-૨૦૨૫ના રોજ યુવતીના મોબાઇલમાં ટેલીગ્રામ એપ્લિકેશનમાં લિંક આવી હતી જે લિંક કાઢવા જતાં યસ લખેલું તેના ઉપર ક્લીક થઇ જતાં બે દિવસ પછી વીઆઇપી નામના ર્ગૃપમાં એડ થઇ ગયા હતા.

તા. ૧૦-૧૧-૨૫ના રોજ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૃા. ૫૦૦૦ કિર્તી નામની વ્યકિતના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આમ વારા ફરતી બીજા પાંચ લોકોના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૃા. ૧.૭૪ ટ્રાન્સફર થઇ ગયા હતા જો કે રૃપિયા ઉપડી ગયા પછી  તા. ૧૩-૧૧-૨૫ના રોજ મેસેજ આવ્યો કે રૃપિયા પરત લેવા માટે રૃા. ૨૫,૦૦ ટ્રાન્સફર કરો તમારી ગયેલી રકમ પાછી આવી જશે યુવતીએ ફોન પે એપ્લિીકેશન ચેક કરતાં ખાતામાંથી રૃપિયા ઉપાડીને તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપીેંડી થયાની જાણ થઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments