: મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગંભીર અકસ્માત ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર
: અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારે જીવ ગૂમાવ્યો
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક ટ્રક અને એક કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ છોકરીને હોસ્પિટલ લઈ ગઈ હતી. તમામ મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ ઝાબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશનના નોગાવા આઉટપોસ્ટથી થોડે દૂર સજેલી ગેટ પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં કારના ટુકડા થઈ ગયા. તેમજ કારમાં બેઠેલા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા આ સાથે અકસ્માતમાં 1 નાની છોકરી ઘાયલ થઈ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર બધા લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ દુ:ખદ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો થાંડલા નજીક ચેનપુરી નામના ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.