માણસા : માણસા તાલુકાના રીદ્રોલ ગામે એક ઇસમ બીજાના ઘર સામે ખુલ્લી જગ્યામાં વાડમાં વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે ગઈકાલે મોડી સાંજે આ જગ્યા પર જઈ રેડ કરી અહીં સંતાડેલ વિદેશી દારૃ અને બિયરની ૫૯૬૮૭ રૃપિયાની ૩૧૯ બોટલો ઝડપી આ વિદેશી દારૃના જથ્થાનો સંગ્રહ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ કરી છે.
માણસા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના રીદ્રોલ ગામે રામદેવ નગરના ઠાકોર વાસમાં રહેતો અર્જુનજી મંગાજી ઠાકોર નામનો ઈસમ આ જ વિસ્તારમાં આવેલ ઠાકોર રમણજી સેંધાજીના ઘર સામેની ખુલ્લી જગ્યામાં લાકડા અને વાડની પાછળ વિદેશી દારૃ અને બિયરના મોટા જથ્થાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે જે બાતમીને આધારે પોલીસે રીદ્રોલ ગામે આ જગ્યા પર જઇ તપાસ કરતા ત્યાંથી પૂઠાના બોક્સમાં ૫૯૬૮૭ રૃપિયાની ૩૧૯ નંગ પ્લાસ્ટિક અને કાચની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી તેનો સંગ્રહ કરનાર ઠાકોર અર્જુનજી મંગાજી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

