વરણામા પોલીસ સ્ટેશન ની હદમાં આવતા પોર જી આઇ ડી સી ખાતે અવારનવાર ચોરી ના બનાવો બનતા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ જે એન જાડેજા મેડમ સાહેબ સતૅક બનીને પેટ્રોલીંગ કડક કરેલ તે દરમિયાન મળતી માહિતી મુજબ એક ઓટો રિક્ષા નંબર જીજે ૬ બી ડબલ્યુ ૬૨૯૩ ની રીક્ષામાં જી આઇ ડી સી માં થી ચોરી થયેલ માલ સામાન જનાર છે ની ચોક્કસ બાતમી ના આધારે વરણામા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ જે એન જાડેજા ની સુચના મુજબ વરણામા પોલીસ નજીક બસ સ્ટોપ પાસે છટકું ગોઠવી ને પોલીસ સ્ટાફ ઉભો હતો તે દરમિયાન પોર થી વડોદરા તરફ જતી ઓટો રિક્ષા ને કોડૅન કરી ને ઉભી રાખીને પુછપરછ કરીને રીક્ષા તપાસતા રીક્ષા ના પાછળ ના ભાગે કોપર વાયર નો જથ્થો નજરે પડતાં જ પોલીસે રીક્ષામાં સવાર રીક્ષા ચાલક સહિત ચારેય ની કડક પુછપરછ ના આધારે ચારેય તસ્કરો પોલીસ ની લાલ આંખ ની તપાસ દરમિયાન ભાંગી પડી ને ચોરી ની કબુલાત કરતા જ ચારેય તસ્કરો ની અટકાયત કરી ને ચોરી ક્યાંથી કરીને ક્યાં ચોરી નો માલ સામાન આવવાનો હતો.
તે અંગે ની સધન પુછપરછ માં ચોરી નો માલ સામાન લેનાર સહિત ચોરી નો ભેદ ખુલવા પામ્યો હતો ચારેય તસ્કરો પપ્પુ દિતાભાઇ ડામોર ઉ વર્ષ ૨૪ રહે, મકરપુરા વડોદરા મૂળ રહે,ટોડી જી,બાસવાડા રાજસ્થાન. સતિષ બાબુભાઈ ડામોર ઉ વર્ષ ૨૧ રહે, જામ્બુવા વડોદરા મૂળ રહે, ટોડી જી બાસવાડા રાજસ્થાન, તેજમલ બહાદુર ડામોર ઉ વર્ષ ૨૦ મકરપુરા વડોદરા મૂળ રહે, મસ્કા છોટા જી,બાસવાડા રાજસ્થાન, ભિરારાજ છગનલાલ પરમાર ઉ વર્ષ ૨૪ રહે, મકરપુરા વડોદરા મૂળ રહે,લોહરીયા જી બાસવાડા રાજસ્થાન ચારેય તસ્કરો સહિત રિક્ષા ચાલક ક્રિષ્ણા વિજયભાઈ ગોદડિયા રહે ડભોઈ રોડ વડોદરા અને ચોરી નો માલ સામાન લેનાર ભંગારીયો ગોપાલ શંકરભાઈ સામરીયા રહે, વડોદરા ન હિરાસતમાં લ ઇ ને જી આર ડી સી માં થી ચોરી કરેલ કોપર વાઇનડીગ નંગ ૧૨ તેમજ કોપર તારના બોબીન નંગ ૩ જેની અંદાજિત કિંમત રૂપિયા એક કિલોગ્રામ મુજબ ૯૦૦/- કુલ કિંમત રૂપિયા ૧,૬૨,૦૦૦/- અને ઓટો રીક્ષા ની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- અંગ ઝડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ ૯ જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૦,૫૦૦/- નો કુલ મુદ્દામાલ કબજે કરી ને વરણામા પોલીસે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે