E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaવર્ષમાં પહેલીવાર એક્ટીવ કેસ 1000ને પાર,દિલ્હીમાં 100થી વધુ દર્દીઓ

વર્ષમાં પહેલીવાર એક્ટીવ કેસ 1000ને પાર,દિલ્હીમાં 100થી વધુ દર્દીઓ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, દિલ્હીમાં હાલમાં કોરોનાના 104 એક્ટીવ કેસ છે. છેલ્લા એક અઠવાડિયામાં 99 નવા કેસ નોંધાયા છે જે આરોગ્ય વહીવટીતંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયામાં 99 નવા કેસ નોંધાયા છે જે દર્શાવે છે કે વાયરસ હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવ્યો નથી. 104 એક્ટીવ કેસ સાથે, દિલ્હી સરકાર અને આરોગ્ય વિભાગે દેખરેખ અને ટેસ્ટને વધુ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં સૌથી વધુ 430 કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 કેસ છે અને દિલ્હી 104 એક્ટીવ કેસ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે કર્ણાટકમાં 34 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે વધુમાં માહિતી આપી હતી કે હરિયાણામાં 76 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે. તો રાજસ્થાનમાં 11 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં 11 નવા કેસ મળી આવ્યા છે, આ સાથે એક્ટીવ કેસની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ઉપરાંત, યુપીમાં 15 નવા કેસ મળી આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments