E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeTop Newsવિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

શહેરમાં અલગ – અલગ સ્થળે સાઇટ ચાલુ કરી લોકો પાસેથી રૂપિયા પડાવી લઇ મકાન કે પૈસા નહીં આપી છેતરપિંડી કરનાર ભેજાબાજ બિલ્ડર અપૂર્વ પટેલ અને તેની સાઇટના વહીવટકર્તા સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુર બિલા બોન્ગ સ્કૂલની સામે આર્યા ફોરસ્ક્વેરમાં રહેતા 64 વર્ષના મનિષાબેન પરસોત્તમભાઇ રાજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – 2019માં મારે નવું મકાન લેવાનું હોઇ નેપલ સિગ્નેચર શોપ એન્ડ ફ્લેટની સ્કીમમાં ફ્લેટ લેવાનું નક્કી કર્યુ હતું. અમે શ્રી સિદ્ધિ વિનાયક ડેવલોપર્સની ઓફિસે લક્ષ્મીનારાયણ મંદિર પાસે માંજલપુર ગયા હતા. અમે ફ્લેટ બુક કરાવતી વખતે પાંચ લાખ આપ્યા હતા. ત્યારબાદ બિલ્ડરની ઓફિસમાં કોઇ ફોન ઉપાડતા ન હોઇ ત્યાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ સાઈટ બંધ થઇ ગઇ છે. ત્યાં મને મનોજભાઇ સોલંકી મળ્યા હતા. તેઓ મને બિલ્ડર અપૂર્વ પટેલની ઓફિસે મળવા લઇ ગયા હતા. અપૂર્વે પટેલે એવું કહ્યું કે, નેપલ સિગ્નેચરવાળી સાઇટ બંધ થઇ ગઇ છે. અહીંયા નવી સાઇટ ચાલુ કરી છે. ત્યાં બુકીંગ કરાવો. પાંચ લાખ આપો એટલે હું તમને બાનાખત કરી આપીશ.

મારી પાસે ફ્લેટના 38 લાખ નહીં હોઇ મેં એવું કહ્યું હતું કે, ડભોઇ રોડ પર આવેલું મારૂં બીજું મકાન વેચાઇ એટલે હું તમને  રૂપિયા આપી દઇશ. અપૂર્વ પટેલે મારૂં તે મકાન 25 લાખમાં લેવાનું નક્કી કરી 16 લાખ મારા નવા ફ્લેટમાં જમા કરી બાકીના 9 લાખ છેલ્લે હિસાબ કરી લઇશું. તેવું કહીને મારા તે મકાન પર  લોન  લઇ લીધી હતી. પરંતુ, મને ફ્લેટ આપ્યો નહતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments