E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeTop Newsવિસાવદર પેટા ચૂંટણી: આઠ વર્ષમાં ભાજપના કરોડોપતિ ઉમેદવારની જંગમ મિલકત બમણી

વિસાવદર પેટા ચૂંટણી: આઠ વર્ષમાં ભાજપના કરોડોપતિ ઉમેદવારની જંગમ મિલકત બમણી

વિસાવદર : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર સાથે સોગંદનામા કર્યા છે. જે મુજબ ભાજપના ઉમેદવારની જંગમ મિલ્કતમાં આઠ વર્ષમાં બે ગણો વધારો થયો છે. જ્યારે સ્થાવર મિલ્કત પણ ત્રણેક કરોડ જેટલી વધી છે. 1 કરોડની બેંકમાં એફડી છે તેમજ એકપણ વાહન તેના નામનું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે 2017ની ચૂંટણી વખતે જે સોગંદનામું રજુ કર્યું હતું તે મુજબ તેના હાથ પર રોકડ 8,27,604 દર્શાવી હતી. તેમજ પત્નીના નામે 33,754 જ્યારે આ વખતે પોતાના હાથ પરની રોકડ  9,67,084 અને પત્નીના નામે 35,781, એ જ રીતે 2017માં બેંકમાં 31,98,888 તેમજ પત્નીના નામે 7,08,598 દર્શાવ્યા હતા. જ્યારે આ વખતે બેંક ખાતામાં 1 કરોડની એફડી ઉપરાંત અલગ-અલગ ચાર બેંકમાં 15 હજારથી માંડી 4.09 લાખ દર્શાવ્યા છે. 

178 ગ્રામ પોતાનું અને 80 ગ્રામ પત્નીના નામે  સોનું મળી કુલ 12,49,35,846 પોતાના નામે તથા 69,14,423ની જંગમ મિલ્કત પત્નીના નામે દર્શાવી છે. વર્ષ 2017માં પોતાના નામે 15,14,13,791 અને પત્નીના નામે 1,98,85,ર50ની સ્થાવર મિલ્કત દર્શાવી હતી. જ્યારે આ વખતે પોતાના નામની 1,85,85,9525 અને પત્નીના નામે 1,98,85,250ની સ્થાવર મિલ્કત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આમ, આઠ વર્ષમાં ભાજપના ઉમેદવારની જંગમ મિલ્કત બેગણી થઈ છે જ્યારે સ્થાવર મિલ્કતમાં 3 કરોડ જેટલો વધારો થયો છે. 2017માં દેવુ 33.54 લાખ હતું તે આ વખતે 45.10 લાખ દર્શાવ્યું છે. 2017માં 3 વાહન દર્શાવ્યા હતા, આ વખતે એકપણ વાહન દર્શાવ્યું નથી. કિરીટ પટેલ સામે 2017ના વર્ષમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments