Bollywood News: અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંના એક છે. કેટલાક લોકો બંનેની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે, તો કેટલાક લોકો તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં સોનાક્ષીનો બર્ગર ખાતો એક વીડિયો વાઈરલ થયો છે. આ જોઈ કેટલાક યુઝર્સે અનુમાન કર્યું હતું કે, સોનાક્ષી બીફ ખાઈ રહી છે.
સોનાક્ષી સિંહાએ બીજી જૂને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન પતિ ઝહીર ઇકબાલે સોનાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમા તે બર્ગર ખાતી દેખાઈ રહી છે. આ વીડિયો શેર કરતા ઝહીરે સોનાક્ષીને પ્રેમ ભર્યો મેસેજ લખી જણાવ્યું કે, આ વીડિયો લગ્ન માટે પ્રપોઝ કરવાના બે કલાક પછીનો વીડિયો છે. નોંધનીય છે કે ઝહીરે સોનાક્ષીને વર્ષ 2022માં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી કેટલાક યુઝર્સે દાવો કર્યો કે સોનાક્ષી બીફ (બીફ બર્ગર) ખાઈ રહી છે. એક યુઝરે કમેન્ટ કરી કે ‘શું તે બીફ ખાઈ રહી છે?’ તો બીજા એ લખ્યું ‘હું ખૂબ ખુશ છે કે તે બીફ બર્ગર ખાઈ રહી છે’.
આ યુઝર્સની કોમેન્ટ જોઈ સોનાક્ષીના પતિ ઝહીરે તે યુઝર્સને જવાબ આપ્યો કે ‘હેરાન ના થાઓ, વેજિટેરિયન બર્ગર છે’. નોંધનીય છે કે ગયા વર્ષે સોનાક્ષીએ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને એક શાનદાર રિસેપ્શન પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.