મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. તેના કામનો ઉકેલ આવતા રાહત રહે. ધર્મકાર્ય થઈ શકે.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ – વ્યસ્તતા રહે. કામ ઉકેલાય.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
સિંહ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. જેમ દિવસ પસાર થતો જાય આપને ધીરે-ધીરે રાહત થતી જાય.
કન્યા : આપના અગત્યના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થઈ શકે. બપોર પછી થોડુ સંભાળવું
તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગના લીધે રૂકાવટ અનુભવાય. સાસરી પક્ષ – મોસાળ પક્ષે દોડધામ- શ્રમ રહે.
વૃશ્ચિક : આપે વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ-ફાયદો રહે.
ધન : જમીન-મકાન- વાહનના કામમાં આપને મુશ્કેલી અનુભવાય. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. ખર્ચ જણાય.
મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર રહે.
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં દોડધામ- શ્રમ રહે. કામનો ઉકેલ આવતાં આપને રાહત રહે.
મીન : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિઘા અનુભવાય.