E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBollywoodશનાયાની આંખો કી ગુસ્તાખિયાં 11મી જુલાઈએ રીલિઝ થશે

શનાયાની આંખો કી ગુસ્તાખિયાં 11મી જુલાઈએ રીલિઝ થશે

શનાયા કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી બોલીવૂડમાં ડેબ્યૂના પ્રયાસ કરી રહી હતી. હવે  તેની પહેલી ફિલ્મની રીલિઝ ડેટ જોહેર થઈ છે. તેની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ આગામી તા. ૧૧મી જુલાઈએ રીલિઝ થશે તેવું ઓફિશિયલી જાહેર કરાયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી તેનો સહકલાકાર છે. ફિલ્મની વાર્તા વિશે કોઈ વિગતો અપાઈ નથી પરંતુ એમ મનાય છે કે આ એક  રોમાન્ટિક ફિલ્મ હશે. 

સંતોષ સિંહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અગાઉ કરણ જોહર શનાયાને લોન્ચ કરવાનો હતો. આ માટે એક પ્રોજેકટની જાહેરાત પણ થઈ હતી પરંતુ પછી  કોઈ કારણોસર એ ફિલ્મ બની ન હતી. શનાયા સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથેની ‘વુષભ’ ફિલ્મ પણ સાઈન કરી ચૂકી છે. જોકે, એ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. 

શનાયાના પરિવારમાંથી અગાઉ જાહ્વવી કપૂર અને બાદમાં ખુશી કપૂર  બંને બોલીવૂડ ડેબ્યૂ કરી ચૂક્યાં છે. જાહ્વવી કમર્શિઅલી બહુુ મોટી સફળતા મેળવી શકી નથી જ્યારે ખુશી કપૂર તેની ‘નાદાનિયાં’ ફિલ્મમાં ખરાબ એક્ટિંગ માટે ભારે ટ્રોલ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments