E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeBollywoodમીઠી નદી સફાઈ કૌભાંડમાં તપાસ, Dino Moreaની EOWએ કરી પૂછપરછ

મીઠી નદી સફાઈ કૌભાંડમાં તપાસ, Dino Moreaની EOWએ કરી પૂછપરછ

મીઠી નદી સફાઈ કૌભાંડમાં મુંબઈ પોલીસના આર્થિક દંડ વિભાગે અભિનેતા ડીનો મોરિયાને સમન્સ મોકલ્યું છે. આ મામલો 65 કરોડ રૂપિયાથી વધુનો છે. ED આ 1,100 કરોડ રૂપિયાના કૌભાંડની પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં ડીનો મોરિયાએ શુ વાતો કહી છે તેના પર સૌ કોઇની નજર છે. અને મુખ્ય આરોપી સાથે શું વાતચીત કરવામાં આવી હતી. તે અંગે પણ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા એટલે કે EOWએ અભિનેતા ડીનો મોરિયાને સમન્સ મોકલ્યું હતું. આ કેસ મુંબઈની મીઠી નદીની સફાઈમાં થયેલા કૌભાંડ સાથે સંબંધિત છે. આ કેસમાં, અભિનેતા પૂછપરછ માટે EOWની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ડીનો મોરિયાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ કેસ 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યુ છે. હવે ED પણ આ કેસની તપાસ કરી રહ્યું છે. મીઠી નદીના સૌંદર્યીકરણ અને સફાઈના નામે લગભગ 1100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. EOWએ તપાસ કરી રહી છે કે ડીનો મોરિયા અને તેના ભાઈ વચ્ચે મુખ્ય આરોપી સાથે શું વાતચીત થઈ હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે સફાઈ કામમાં અનેક ગેરરીતિઓ થઈ છે. જેમ કે ટેન્ડર વધારવા, ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અને એવા કામો માટે ચૂકવણી કરવી જે ખરેખર થયા ન હતા. કોન્ટ્રાક્ટરોએ ખોટી સ્લિપ અને લોગબુક સબમિટ કરી હતી. એટલું જ નહીં, નદીના નામે 3 કરોડ રૂપિયાના મશીનો પણ ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા. મીઠી નદીની સફાઈના નામે થયેલા આ કૌભાંડથી માત્ર જાહેર નાણાંનો બગાડ જ નહી પણ વરસાદમાં મુંબઇની તૈયારીઓ પણ જોખમમાં મુકાઇ છે. મીઠી નદીનું પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી વહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડીનો મોરિયા તાજેતરમાં ભૂમિ પેડનેકર અને ઈશાન ખટ્ટરની વેબ સિરીઝ ‘ધ રોયલ’માં જોવા મળ્યો હતો. તેઓ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજ’ થી ખૂબ જ પ્રખ્યાત થયા હતા. અત્યાર સુધી તેમણે હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં 50થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. ડીનો અને બિપાશા બાસુના સંબંધો પણ બોલીવુડમાં ચર્ચાનો વિષય રહ્યા છે. બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અને લગ્ન પણ કરવાના હતા. પરંતુ અમુક સંજોગોના કારણે ડીનો અને બિપાશાના સંબંધોમાં તિરાડ આવી હતી અને તેમના પ્રેમ પર પૂર્ણ વિરામ લાગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments