નિકોલમાં સોશિયલ મીડિયા દ્વારા સગીરાને એક યુવક સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફ્સાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે સગીરા ટયૂશનથી ઘરે ન આવતા તપાસ કરતા તે યુવક સાથે મંદિરે દર્શન કરવા જતી રહી હતી. જ્યારે માતા-પિતાએ 15 દિવસ પહેલાં પણ સગીરાને મોબાઈલમાં યુવક સાથે વાતચીત કરતા પકડી હતી. આ અંગે સગીરાના પિતાએ યુવક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કઠવાડામાં 44 વર્ષીય વ્યક્તિ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમાં તેમની પત્ની પણ નોકરી કરે છે. ગત 26મેએ પતિ-પત્ની નોકરી પર ગયા હતા તે સમયે 16 વર્ષની સગીર પુત્રી અને સગીર પુત્ર ઘરે હતા. ત્યારે સગીરા ટયૂશન જવા ઘરેથી નીકળી હતી. પરંતુ ઘણો સમય થવા Aતા ઘરે આવી ન હતી. જેથી સગીરાના ભાઇએ ફોન કરીને માતાને જણાવ્યુ હતુ. જે બાદ માતા-પિતા ઘરે આવીને સગીરાની શોધખોળ કરી પરંતુ મળી આવી ન હતી. ત્યારે 15 દિવસ પહેલાં સગીરાને મોબાઈલમાં કેવલ મકવાણા સાથે વાતચીત કરતા માતા-પિતાએ પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જેથી કેવલને ફોન કરતા સગીર પુત્રીએ ઉપાડીને કહ્યુ કે અમે મરતોલી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ થોડીવારમાં આવીએ તેમ જણાવ્યુ હતુ. જે બાદ સગીરા પરત આવી ત્યારે તેને પૂAતા જણાવ્યુ કે ત્રણ મહિના પહેલાં કેવલ સાથે સંપર્ક થયો હતો અને બંને એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યારે એક મહિના પહેલા માતા-પિતા ન હોવાથી કેવલ સગીરાના ઘરે આવ્યો અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ ગત 26મેએ કેવલ ફ્લેટની નીચે આવીને સગીરાને લઇને ગયો હતો. આ અંગે પિતાએ કેવલસામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.