E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBhruch : LNG પેટ્રોનેટ-દહેજ, CISF યુનિટ-અંકલેશ્વર અને NTPC-ઝનોર ખાતે સિવિલ ડિફેન્સનું 'ઓપરેશન...

Bhruch : LNG પેટ્રોનેટ-દહેજ, CISF યુનિટ-અંકલેશ્વર અને NTPC-ઝનોર ખાતે સિવિલ ડિફેન્સનું ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ આજે યોજાશે


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર ભરૂચ જિલ્લામાં આજરોજ શનિવારે સાંજે 5થી 8 દરમિયાન સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે.


આ મોકડ્રીલ ભરૂચ જિલ્લાના ત્રણ સ્થળો LNG પેટ્રોનેટ દહેજ, CISF યુનિટ અંકલેશ્વર અને NTPC ઝનોર ખાતે યોજાશે. નર્મદા જિલ્લામાં રાજપીપળા એસ.ટી ડેપો અને કેવડિયામાં એસ.ઓ.યુની એડમિન બિલ્ડિંગ ખાતે આ મોકડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓ વધારવા માટે ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેતવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બીજી વખત મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ આજરોજ યોજાશે.

Reporter : કેતન મહેતા, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments