E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeWorldWORLD : ફરી શરૂ થશે ટ્રેડ વોર! ડીલ થયા પછી ફરી ભડક્યા...

WORLD : ફરી શરૂ થશે ટ્રેડ વોર! ડીલ થયા પછી ફરી ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ચીને દગો આપ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  ચીન સાથે વેપાર તણાવને ફરીથી વેગ આપ્યો છે. જ્યારે ડીલ થયા પછી ટ્રમ્પ ભડક્યા છે, ત્યારે તેમણે દાવો કર્યો છે કે, બિજિંગે તાજેતરમાં થયેલા વેપાર કરારોનું સંપૂર્ણપણ ઉલ્લંઘન કર્યું છે. અમેરિકી ટ્રેજરી સચિવ સ્કોટ બેસેન્ટના ઈન્ટરવ્યૂ બાદ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું. સ્કોટે કહ્યું હતું કે, ‘ચીન સાથેની વેપાર સંબંધિત ચર્ચા કેટલાક અંશે રોકાયેલી છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકા અને ચીને જીનેવામાં ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીત બાદ 90 દિવસ માટે લગાયેલા ટેરિફને અસ્થાયી રીતે ઓછો કરવા સહમતિ દાખવી હતી. આ કરાર બાદ અમેરિકાએ ચીની આયાત પર ટેરિફને 145 ટકા ઘટાડીને 30 ટકા અને ચીને અમેરિકી સામાનો પર 125 ટકાથી 10 ટકા ટેરિફ કરવાનો નિર્ણય કર્યો હતો.’શું આ ટ્રમ્પની નવી રણનીતિ છે?

અમેરિકા અને ચીન વચ્ચે થયેલો આ કરાર વ્યાપાર અને સપ્લાઈ ચેઈન પરના દબાણને ઓછું કરવાનો હતો. જોકે, ટ્રમ્પને કોઈ ઠોસ કારણે રજૂ કર્યા વગર દાવો કર્યો કે, ચીને બંને વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારનું નિવેદન ઊંચા ટેરિફની ધમકી આપીને વાટાઘાટો પર દબાણ લાવવાની ટ્રમ્પની રણનીતિ હોય શકે છે. ટ્રમ્પનું આ પગલું તેમના સ્થાનિક સમર્થકોને બતાવવાનો પ્રયાસ છે કે તેઓ ચીન સામે કડક વલણ જાળવી રાખશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments