E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomebusinessBusiness : સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.1,36,390 કરોડનાં કામકાજ સાથે સોનાનો વાયદો રૂ.147 નરમ,...

Business : સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.1,36,390 કરોડનાં કામકાજ સાથે સોનાનો વાયદો રૂ.147 નરમ, ચાંદીમાં રૂ.30નો સુધારો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.50નો ઘટાડોઃ કોટન-ખાંડી વાયદો રૂ.540 ગબડ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઘટ્યાઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,78,684 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.11,37,738 કરોડનું ટર્નઓવરઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21959 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 23થી 29 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1316435.70 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.178684.90 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1137738.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 21959 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.15375.02 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.136390.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ પર સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.95557ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96550 અને નીચામાં રૂ.94500ના સ્તરને સ્પર્શી, રૂ.95536ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.147 ઘટી રૂ.95389ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.67 વધી સપ્તાહના અંતે રૂ.77040ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.9668 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.166 ઘટી સપ્તાહના અંતે રૂ.95295ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.95501ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96978 અને નીચામાં રૂ.95165ના સ્તરને સ્પર્શી, રૂ.96084ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.45 વધી રૂ.96129ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.97897ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98449 અને નીચામાં રૂ.96496ના સ્તરને સ્પર્શી, રૂ.97796ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.30 વધી રૂ.97826 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.44 વધી સપ્તાહના અંતે રૂ.97715ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.33 વધી રૂ.97704ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.11403.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.2.10 ઘટી રૂ.862.25 થયો હતો. જસત જૂન વાયદો રૂ.3.60 ઘટી સપ્તાહના અંતે રૂ.254.30ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.2.40 ઘટી રૂ.236.45ના ભાવે બોલાયો હતો. સીસું જૂન વાયદો 10 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.178.20 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.30872.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5249ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5398 અને નીચામાં રૂ.5149ના સ્તરને સ્પર્શી, રૂ.5265ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.50 ઘટી રૂ.5215ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.46 ઘટી રૂ.5219 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.14.4 ઘટી સપ્તાહના અંતે રૂ.299.40ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.14.4 ઘટી રૂ.299.30 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.917.10ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.6 ઘટી રૂ.913.20ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.540 ઘટી સપ્તાહના અંતે રૂ.54450ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.106867.42 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.29522.65 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7273.27 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1383.67 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.167.87 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2579.13 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.7840.98 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.23031.09 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.9.50 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.9.32 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 2038 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 6519 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6776 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 89114 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7830 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18264 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 24677 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 72567 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11683 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13730 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22100 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22100 પોઇન્ટના સ્તર અને નીચામાં 21854 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 116 પોઇન્ટ ઘટી 21959 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Reporter : વિક્લી માર્કેટ રિપોર્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments