E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratJamnagar : જામનગર શહેરમાં 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: એક આરોપીની...

Jamnagar : જામનગર શહેરમાં 5 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ

જામનગરના રંગમતી નદી કાંઠા વિસ્તારમાંથી પાંચ નંગ ચોરાઉ વાહન અને તેના સ્પેરપાર્ટ સાથે એક શખ્સ ને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેના કબજામાંથી રૂપિયા ત્રણ લાખથી વધુની કિંમતના ચોરાઉ વાહનો કબજે કર્યા છે.

જામનગર શહેરમા બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા ઉપરી અધિકારી દ્વારા સુચના મળી હતી. જેના અનુસંધાને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફે સી.સી.ટી.વી. ફુટેઝની તપાસ કરી તથા હ્યુમન રીસોર્સ તેમજ મળેલ બાતમીના આધારે તા. 31/05/2025ના રોજ રંગમતી નદીના કાઠે ધણશેરીયા હનુમાનના મંદિરની સામે લખુ પટેલની વાડી વિસ્તાર સતવારા સમાજની વાડી પાછળ એક અવાવરૂ મકાનની સામે ખુલ્લી જગ્યામાં ચોરીમાં ગયેલ બુલેટનો સ્પેરપાર્ટ અન્ય વાહનોમાં નાખવાની તજવીજ ચાલુ છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડી આરોપી કિશન દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.22, રહે. હાલ મોહનનગરનો ઢાળીયો ઉતરતા શેરી નં-7 પાસે ભાડેના મકાનમાં જામનગર મુળ રહે. કાલાવડ રોડ રાજમોતી-3 શેરી નં-1 જામનગર)ને ઝડપી લીધો હતો અને તેના કબ્જામાંથી અલગ અલગ પાંચ ચોરાઉ મોટર સાયકલો તથા સ્પેરપાર્ટ કબજે કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments