E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : લોકકલાના સંગમ સમો 'ઇન્ડિયન ફોક કાર્નિવલ' અમદાવાદમાં સંપન્ન, દેશભરના કલાકારોએ...

Ahmedabad : લોકકલાના સંગમ સમો ‘ઇન્ડિયન ફોક કાર્નિવલ’ અમદાવાદમાં સંપન્ન, દેશભરના કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ત્રણ દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું પહેલી જૂને સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં અનેક રાજ્યોના લોક કલાકારોએ પોતાના પારંપારિક લોકનૃત્યો અને લોકકલાની પ્રસ્તુતિ કરીને ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ સંકલ્પના સાકાર કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતના તમામ પ્રાંતના પરંપરાગત લોકનૃત્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના લોક કલાકારો પણ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી.

30મી મેથી પહેલી લી જૂન દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં લોકનૃત્યના 1000થી વધારે કલાકારો પરફોર્મ કર્યું હતું. આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યોની કલા પ્રસ્તુતિ લોકોએ મનભરીને માણી હતી. કાર્નિવલના દિવસો દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ્સ અને એક હજારથી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રદેશોના 50થી વધુ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેની સાથે 5,000થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે અને આ કલાકારોને દેશ-વિદેશમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્યું કે, ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments