E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIPLIPL 2025ની ફાઈનલ મેચમાં RCBથી બહાર થશે સ્ટાર ખેલાડી? કેપ્ટને કહ્યું- મેડિકલ...

IPL 2025ની ફાઈનલ મેચમાં RCBથી બહાર થશે સ્ટાર ખેલાડી? કેપ્ટને કહ્યું- મેડિકલ ટીમ રાખી રહી છે નજર

IPL 2025: IPL 2025 પોતાના અંતિમ તબક્કામાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીઝનની ટાઈટલ મેચ રમાશે. આ મેચ આ બંને ટીમો માટે IPL ટાઈટલ માટે 18 વર્ષથી જોવાઈ રહેલી લાંબી રાહને ખતમ કરવાની તક લઈને આવી છે. જોકે, ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું ટેન્શન વધી ગયું છે. તેની ટીમનો એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોમાં નથી રમ્યો. આ ખેલાડી ફાઈનલ મેચમાં રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.

RCBના સ્ટાર ખેલાડી પર સસ્પેન્સ યથાવત

ઓસ્ટ્રેલિયન પાવર હિટર ટિમ ડેવિડ જે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, તે છેલ્લી બે મેચમાં હેમસ્ટ્રિંગ ઈજાને રમી નથી શક્યો. તેની ગેરહાજરીમાં પણ RCBએ શાનદાર પ્રદર્શન કર્યું અને ક્વૉલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. પરંતુ ફાઈનલ જેવી મોટી મેચમાં ડેવિડની હાજરી RCB માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે આ મેચમાં રમશે કે નહીં. 

RCBની જીતમાં ટિમ ડેવિડની મહત્વપૂર્ણ ભૂમિકા

મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટિમ ડેવિડની ઉપલબ્ધતા અંગે મોટી અપડેટ આપી છે. તેણે કહ્યું કે, ‘અત્યાર સુધી અમને ટિમ ડેવિડની સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી નથી મળી. અમારી મેડિકલ ટીમ અને ડોકટરો તેમની સાથે છે, અને આજે સાંજ સુધીમાં અમને તેની ફિટનેસ વિશે અંતિમ અપડેટ મળી જશે.’ તમને જણાવી દઈએ કે, આ સીઝન ટિમ ડેવિડ માટે અત્યાર સુધી ખૂબ સારી રહી છે અને RCBની જીતમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, તેથી જો તે આ મેચમાંથી બહાર થઈ જાય છે, તો તે RCB માટે મોટો ઝટકો હશે.

IPL 2025માં શાનદાર પ્રદર્શન

ડેવિડે આ સીઝનમાં ૧૨ મેચમાં 187 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 185.14 રહ્યો છે. આ દરમિયાન તેણે એક અડધી સદી પણ ફટકારી છે. તેની આક્રમક બેટિંગે RCBને મિડલ અને લોઅર ઓર્ડરમાં ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે. RCB સાથે ડેવિડની આ પહેલી સિઝન છે. RCBએ તેને મેગા ઓક્શનમાં ૩ કરોડ રૂપિયા ખર્ચીને ખરીદ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments