કેતન મહેતા, ભરૂચ
પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓ ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાંચની ભરૂચની અલગ-અલગ ટીમો બનાવી આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શનના આધારે, એલ.સી.બી. ટીમ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વર્ક આઉટ હાથ ધરેલ હતું, આ સમય દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવર એલ.સી.બી. ભરૂચની ટીમને હ્યુમન સોર્સના આધારે બાતમી મળેલ કે, “ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સને ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ધરમસીંગ ગુરુબચ્ચસીંગ સીકલીગર મહારાષ્ટ્રના પરતુર જાલના ખાતે રહે છે” જેથી એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા મહારાષ્ટ્રના જાલના ખાતે વોચ કરી, ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્રિત કરી, છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ગુનાની એકરાર કરતી હકિકત જણાવતા તેના વિરુદ્ધ સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
ઝડપાયેલા આરોપી યુવાનોની યાદી
1) ધવલ વિજય ખારવા ( ખાડિયા પોર ખંડેરાવ માર્કેટ પાસે વડોદરા)
2) કેનિત મુકેશ ખારવા (નાની ખારવાડ પાણીગેટ પોલીસ ચોકી પાસે વડોદરા)
3) કૃણાલ ભુપેન્દ્ર ખારવા (નાની ખારવાડ હનુમાનજી મંદિર પાસે વડોદરા)
તેમજ ભાગી છુટેલ આરોપી
4) ધ્રુવેશ વિજય ખારવા (મોટી ખારવાડ પથ્થર ગેટ વડોદરા)
Reporter : કેતન મહેતા, ભરૂચ