ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામના તળાવમાં મગર જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તળાવમાં મગરને જોતાં તરત જ વન વિભાગને જાણ કરી હતી.
મગરની માહિતી મળતાં જ ગામલોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે ભેગાં થયા હતા. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક મગરને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. હાલ વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડી મૂકવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Reporter : કેતન મહેતા, ભરૂચ