E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIPLEe Sala Cup...' RCB ચેમ્પિયન બનતાં ભાગેડું વિજય માલ્યાની પોસ્ટ વાઈરલ, જુઓ...

Ee Sala Cup…’ RCB ચેમ્પિયન બનતાં ભાગેડું વિજય માલ્યાની પોસ્ટ વાઈરલ, જુઓ કોને યાદ કર્યા

Vijay Mallya : IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ ફાઈનલમાં જીતીને આખરે ઈતિહાસ રચી દીધો. પંજાબ કિંગ્સ (PBKS) ને રોમાંચક મેચમાં 6 રને હરાવી પહેલીવાર આરસીબીએ 18 વર્ષમાં આ ખિતાબ જીત્યો હતો. આરસીબી માટે કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી 2 વિકેટો ઝડપી હતી જેના બાદ મેચ પર આરસીબીનો કબજો થઈ ગયો હતો. 

આ ઐતિહાસિક ક્ષણની સાથે જ સોશિયલ મીડિયા પર ટીમના પહેલા માલિક જે હાલમાં ભાગેડું જાહેર છે તે વિજય માલ્યાની એક ભાવુક પોસ્ટ વાઈરલ થઇ રહી છે. વિજય માલ્યાએ આરસીબીની શરૂઆતના દિવસોમાં ટીમના માલિક તરીકે કામ કર્યું હતું.  તેણે વિરાટ કોહલી, ક્રિસ ગેઈલ અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજોને ટીમમાં સાંકળ્યા હતા અને ટીમનો પાયો મજબૂત કર્યો હતો. 

જોકે તેમના દોરમાં પણ આરસીબીએ હારનો સામનો કરવો પડ્યો હતો. 2009, 2011  અને 2016માં. આરસીબીનો આ પરાજય દર્દનાક હતો અને ટીમના ચાહકો પણ નિરાશ હતા. જ્યારે હવે આખરે 2025માં પહેલીવાર આરસીબીએ આ ટ્રોફી જીતી તો વિજય માલ્યાએ તેની ભાવનાઓ વ્યક્ત કરી. તેની પોસ્ટ આ જીતના મહત્ત્વ અને વર્ષોના ઈન્તેજારની પીડાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. 

વિજય માલ્યાની પોસ્ટ વાઈરલ… 

આરસીબીની જીત સાથે વિજય માલ્યાએ પોસ્ટમાં લખ્યું કે જ્યારે મે આરસીબીની ટીમ બનાવી હતી ત્યારથી મારું સપનું હતું કે આઈપીએલની ટ્રોફી બેંગ્લુરુ આવે. મને તે સમયે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને ટીમમાં સામેલ કરવાની તક મળી હતી અને આ ખાસ વાત છે કે કોહલી 18 વર્ષથી આરસીબી સાથે જ જોડાયેલો રહ્યો છે.  મને એ સન્માન મળ્યું કે મેં ક્રિસ ગેઇલ અને એ.બી.ડિવિલિયર્સ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા. આ બંને ખેલાડીઓ આરસીબીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આખરે આરસીબીએ ટ્રોફી જીતતના હું બધાને આભાર વ્યક્ત કરું છું. જેમણે આ સપનું સાકાર કર્યું. Ee Sala Cup Bengaluru Baruthe (આ વખતે કપ બેંગ્લુરુ આવી ગયું!)…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments