E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBharuch : પાલેજ મેઇન બજારમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રનફેર લાઇવ...

Bharuch : પાલેજ મેઇન બજારમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રનફેર લાઇવ સ્કોર ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ


એમ.પી.વાળા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમના માણસો IPL (ઇન્ડીયન પ્રીમિયર લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન ક્રિકેટ સટ્ટાના કેસો શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે, પંજાબ કિંગ્સ & રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ હોવાથી એલ.સી.બી.ના પો.સ.ઇ. ડી.એ.તુવરની ટીમ ભરૂચ ડિવિઝન વિસ્તારમાં વોચમાં હતી તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે પાલેજ મુખ્ય બજારમાં જનતા હાર્ડવેર નામની દુકાન સામે મોબાઇલમાં વાતચીત કરી IPL ફાઇનલ મેચ ઉપર રનફેર લાઇવ સ્કોર ઉપર રમાતો ક્રિકેટ સટ્ટા અંગેની જુગારની સફળ રેઇડ કરી એક આરોપી આરીફ આદમ પટેલ (રહે.નવી નગરી, પાલેજ, તા.જી.ભરૂચ.) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ મળી કુલ કિંમત રૂ.૧૭,૬૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય એક આરોપી અલ્તાફ (રહે. પાલેજ, તા.જી.ભરૂચ.) ને વોન્ટેડ જાહેર કરી, બંને વિરૂધ્ધ જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી, પાલેજ પો.સ્ટે.માં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે.

Reporter : કેતન મહેતા ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments